Categories: Gujarat

ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

દાઝી જતાં યુવાનનું મોત
અમદાવાદઃ નિકોલ વિસ્તારમાં દાઝી જવાથી યુવાનનું મોત થયું હતું. નિકોલમાં કઠવાડા રોડ પર ઝવેરી એસ્ટેટમાં અાવેલા કારખાનામા ટાંકી ફાટતા દાઝી જવાના કારણે અંકિત કૈલાશભાઈ રાવત નામના યુવાનનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ અમરાઈવાડી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બન્યો હતો. અમરાઈવાડીમાં અાશિમા મીલ નજીકથી પસાર થઈ રહેલ રતિભાઈ અરજણભાઈ લકુમના ગળામાંથી રૂપિયા ૩૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ગઠિયા બાઈક પર ફરાર થઈ ગયા હતા.

વટવામાં મકાનનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ વટવામાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં મહાલક્ષ્મી તળાવની બાજુમાં અાવેલ મંથન ફ્લેટના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ અાશરે રૂપિયા દોઢ લાખની કિંમતના ઘરેણાંની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૭૦ લીટર દેશી દારૂ, ૧૦૧ બોટલ વિદેશી દારૂ, ૧૦ બિયરના ટીન, એક કાર, બે સ્કૂટર, રૂપિયા પોણા બે લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૦૦ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૨૧૪ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૨૧૪ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. અા ઉપરાંત નશાબંધીની ભંગ બદલ ૩૩ દારૂડિયાને ઝડપી લઈ ગુના દાખલ કર્યા છે.

divyesh

Recent Posts

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

1 hour ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

2 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

2 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

2 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

2 hours ago

PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર…

2 hours ago