ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવરંગપુરા વિસ્તારમાં સંભુ કોફીબાર પાસેથી ચિંતન મોદી સ્કૂટર પર તેમની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ગઠિયાઓએ તેમના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી હતી.
દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૦૦ લિટર દેશી દારૂ, ૪૩૨ બોટલ વિદેશી દારૂ, ૪૦૪ બિયરના ટીન, બે સ્કૂટર, બે રિક્ષા, એક કાર, રૂપિયા ૭૫ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૧૫ શખસની ધરપકડ કરી છે.
સાવચેતીરૂપે ૪૪૯ શખસની અટકાયત
અમદાવાદઃ દિવાળીના તહેવારને અનુલક્ષી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીના પગલારૂપે ૪૪૯ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૫૩ દારિડાયની ધરપકડ કરવામાં અાવી હતી.
ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ નારોલ અને રામોલ વિસ્તારમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી ટેમ્પોની, હનુમાનજીના મંદિર પાસેથી એક બાઈકની અને રામોલ સીટીએમ નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.
ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી એક સગીરાને ગઠિયો ઉઠાવી જતાં તપાસ હાથ ધરાઈ છે. વટવા સૈયદવાડી નજીક રહેતી ૧૫ વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like