ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાંથી પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લઈ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરદારનગરમાં મ્યુનિસિપલ બગીચા પાસેથી પોલીસે હ્યુન્ડાઈ કાર ઝડપી લઈ ઝડતી કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૨૪ બોટલ મળી અાવી હતી. બુટલેગર અંધારાનો લાભ લઈ નાશી છૂટ્યો હતો.

પાન-પાર્લરમાંથી દોઢ લાખની ચોરી
અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં અાવેલા એક પાન-પાર્લરમાંથી રૂપિયા દોઢ લાખની મતાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુરમાં પકવાન પાસે અાવેલ અશોક પાન-પાર્લર અગાઉ કામ કરતો સુનિલ ઠાકોર નામનો શખસ દુકાનમાંથી અાશરે રૂપિયા ૧.૫૬ લાખની ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદઃ રામોલમાં અાવેલા એક મંદિરમાં તસ્કરો ત્રાટકી ચાંદીના છતરની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સીટીએમ ચાર રસ્તા પાસે અાવેલ લીલા લીમડાવાળી મેલડી માતાજીના મંદિરમાંથી તસ્કરોએ અાશરે રૂપિયા ૧૮ હજારની કિંમતના ચાંદીના છતરની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંચમાં માળેથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ નિકોલમાં પાંચમાં માળેથી પટકાતાં એક યુવાનનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં સકલ્પ સ્કૂલની સામે બની રહેલી બિલ્ડિંગના પાંચમાં માળે કડિયાકામ કરી રહેલ રાજેશ ડામોર નામનો યુવાન પગ લપસતા નીચે પટકાવાથી તેનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ૩૩૧ લિટર દેશી દારૂ, ૨૩૩ બોટલ વિદેશી દારૂ, એક રિક્ષા, એક કાર કબજે કરી ૩૯ શખસની ધરપકડ કરી હતી.

You might also like