ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

કારનો કાચ તોડી લેપટોપની તફડંચી
અમદાવાદઃ એલિસબ્રિજના પરિમલ ગાર્ડન પાસે પાર્ક કરેલી કારના દરવાજાનો કાચ તોડી લેપટોપની તફડંચી થઈ હતી. પરિમલ ગાર્ડન પાસે હનુમાનજીના મંદિર નજીક ગઠિયાઓએ કારના દરવાજાનો કાચ તોડી લેપટોપ, ચાર્જર, હાર્ડડિસ્ક મળી રૂપિયા ૩૬ હજારની મતાની તફડંચી કરી હતી.

રામોલમાં રૂ. એક લાખની ઘરફોડ
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રામોલ વસ્ત્રાલ ખાતે અાવેલ ધરતી સ્ટેટસના એક મકાનમાં તસ્કરોએ ઘૂસી રોકડ અને દાગીના મળી રૂપિયા એક લાખની તેમજ બાજુના ઘરમાંથી રૂ. ૯૩ હજારની મતાની ચોરી થઈ હતી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ નારણપુરા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નારણપુરામાં પ્રતિક સોસાયટી પાસેથી એક્ટિવા પર બેસી પસાર થઈ રહેલ ચંદનબહેન વસંતભાઈ પંચાલના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂપિયા ૩૦ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

બાપુનગરની ફેકટરીમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદઃ બાપુનગરમાં અાવેલી એક ફેકટરીમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા એક લાખની મતાની ચોરી કરી હતી. બાપુનગરમાં પંચાલ એસ્ટેટમાં અાવેલ એક ફેકટરીનું શટર ઊંચુ કરી ડીવીઅાર, ચાંદીના અને તાંબાના સિક્કાઓ, રોકડ રકમ મળી રૂપિયા એક લાખની મતાની ચોરી થઈ હતી.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૨૦ લિટર દેશી દારૂ, ૧૦૧૦ વિદેશી દારૂ, ૨૧૫ બિયરના ટીન, બે રિક્ષા, બે કાર, ચાર સ્કૂટર, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૫ શખસની ધરપકડ કરી હતી.

You might also like