ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

કરંટ લાગતાં કામદારનું મોત
અમદાવાદઃ રખિયાલ વિસ્તારમાં અાવેલી કંપનીમાં કામ કરતાં એક કામદારનું કરંટ લાગતા મોત થયું હતું. રખિયાલમાં અર્ચના એસ્ટેટમાં અાવેલ પ્રભુદાસ એન્ડ કંપનીના સાળખાતામાં કામ કરતાં શ્રીનિવાસ નરસૈયા માનેટી નામના યુવાનનું વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડામાં હિરાધન ફ્લેટ નજીકના ચાર રસ્તા પરથી પસાર થઈ રહેલ છાયાબહેન સોનારે નામની મહિલાના ગળામાંથી સ્કૂટર પર અાવેલ બે ગઠિયાઓ રૂ. ૪૧ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

કૃષ્ણનગરમાં રૂ. એક લાખની ઘરફોડ
અમદાવાદઃ કૃષ્ણનગરમાં રૂ. એક લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કૃષ્ણનગરમાં રતનબા સ્કૂલ સામે અાવેલ નયન એપાર્ટમેન્ટના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ તજ-લવિંગનો માલ-સામાન તથા રૂપિયા ૮૦ હજારની રોકડ રકમ મળી એક લાખની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૮૩ દેશી દારૂ, ૧૮ બોટલ વિદેશી દારૂ, ૩૨ બિયરના ટીન, એક બાઈક, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી છે. બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળે છે.

You might also like