ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

બાપુનગરમાં રોકડ-ઘરેણાંની ચોરી
અમદાવાદઃ બાપુનગરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. બાપુનગરમાં અાવેલ અકબરનગરના એક મકાનમાં તસ્કરોએ ઘૂસી રૂપિયા ૨૫ હજારની રોકડ અને સોનાનાં ઘરેણાં મળી અાશરે રૂપિયા ૩૫ હજારની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૩૬ લિટર દેશી દારૂ, ૩૦૭ બોટલ વિદેશી દારૂની બોટલ, ૧૧૫ બિયરના ટીન, ત્રણ એક્ટિવા, એક બાઈક, એક રિક્ષા, એક ટ્રક, રૂ. ૬૫ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૦ શખસની ધરપકડ કરી છે.

સગીરાને ગઠિયો ઉઠાવી ગયો
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઓઢવમાં જીઅાઈડીસી ખાતે અાવેલ શ્રમજીવી વસાહતમાં રહેતી ૧૫ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં સઘન શોધખોળ શરૂ કરવામાં અાવી છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળે છે. મરનારનું નામ-સરનામું હજુ સુધી જાણવા મળ્યું નથી.

તકેદારીરૂપે ૨૦૦ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર તકેદારીના પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૨૦૦ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે જ્યારે નશાબંધીના ભંગ બદલ દસ દારૂડિયાને ઝડપી લઈ ગુનો દાખલ કર્યા છે.

You might also like