ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

અકસ્માતે દાઝી જતાં યુવાનનું મોત
અમદાવાદઃ કુબેરનગર ખાતે રબારી વાસમાં રહેતા એક યુવાનનું દાઝી જતાં મોત થયું છે. રબારી વાસમાં રહેતો આવેશ શિવરામ ચૌધરી નામનો યુવાન પ્રાઇમસ પર પાણી ગરમ કરતો હતો ત્યારે પ્રાઇમસ ફાટતાં ભડકો થવાથી ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત થયું હતું.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ નવરંગપુરામાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવરંગપુરામાં કૌશલ હાઉસ નજીકના રોડ પર થી પસાર થઇ રહેલ ગુંજનબહેન ભગવાનદાસ લાબવાણી નામની યુવતીના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠીયા બાઇક પર ફરાર થઇ ગયા હતા.

પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ વટવામાં મકાનના પાંચમા માળેથી પટકાતા એક યુવાનનું મોત થયું છે. વટવા વિસ્તારમાં લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના પાંચમા માળે કામ કરતો મહંમદ તનવીર શેખ નામનો ૧૯ વર્ષનો યુવાનનો પગ લપસતાં તે પાંચમા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું.

ઇસનપુરમાં સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી
અમદાવાદઃ ઇસનપુરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. ઇસનપુરમાં કેનાલ રોડ પર આવેલ ઉપાસના સોસાયટીના એક મકાનની ગ્રીલ તોડી તસ્કરોએ તિજોરીમાંથી આશરે રૂ.૪૧ હજારની કિંમતના સોનાનાં ઘરેણાંની ચોરી થઈ હતી.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી પ૮૦ લિટર દેશી દારૂ, ૭૭૦ બોટલ વિદેશી દારૂ, ર૮ બિયરનાં ટીન, એક છોટા હાથી, બે રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર કબજે કરી પ૭ શખસોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત જુગારધારા હેઠળ ૪૭ ઇસમોને ઝડપી રૂ.સવા બે લાખની રકમ કબજે લીધી હતી.

You might also like