ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ કૃષ્ણનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કૃષ્ણનગરમાં વિજયપાર્ક ત્રણ રસ્તા નજીકથી એક્ટિવા પર બેસી પસાર થઈ રહેલ કામિનીબહેન દિલીપભાઈ પટેલના ગળામાંથી ગઠિયા રૂપિયા ૩૨ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૬૩ લિટર દેશી દારૂ, ૪૨ બોટલ વિદેશી દારૂ, બે રિક્ષા, એક બાઈક, રૂપિયા ૮૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૬ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૩૧ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીના પગલાંરૂપે ૧૩૧ ઈસમની અટકાયત કરી જેલભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ ત્રણ શખસને પકડી પાડી ગુના દાખલ કરવામાં અાવ્યા છે.

ટેમ્પો, લોડિંગ રિક્ષા, બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ નરોડા અને રામોલમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડા ગેલેક્સી સિનેમા નજીકથી એક ટેમ્પોની, નરોડા પાટિયા પાસેથી એક રિક્ષાની અને રામોલ સીટીએમ ચાર રસ્તા પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી એક સગીરાને ગઠિયો ઉઠાવી જતાં તપાસ હાથ ધરવામાં અાવી છે. વટવામાં પીપળજ કેનાલ નજીક રહેતી ૧૫ વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં શોધખોળ શરૂ કરવામાં અાવી છે.

You might also like