ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

૭૦ હજારની રોકડ રકમની તફડંચી
અમદાવાદઃ મેઘાણીનગર વિસ્તારમાં એક દુકાનમાંથી રૂપિયા ૭૦ હજારની રકમની તફડંચી થઈ હતી. મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નજીક અાવેલ પ્રેમ ઈલેક્ટ્રિક વર્ક્સ નામની દુકાનના ડ્રોઅરમાંથી રૂપિયા ૭૦ હજારની રકમની કોઈ શખસે તફડંચી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અાનંદનગરમાં બે દુકાનનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ અાનંદનગર વિસ્તારમાં બે દુકાનનાં તાળાં તોડી રોકડ રકમની ચોરી કરવામાં અાવતા પોલીસે ગુના દાખલ કર્યા છે. અાનંદનગરમાં શ્યામલ બ્રિજ નીચે અાવેલ બે દુકાનોનાં તાળાં તોડી તસ્કરોએ રૂપિયા ૫૮ હજારની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૦૫૦ લિટર દેશી દારૂ, ૯૬૫ વિદેશી દારૂની બોટલ, ૧૦૦ બિયરનાં ટીન, બે કાર, બે રિક્ષા, એક સ્કૂટર, રૂપિયા ૩૦ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૩૦ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૨૮૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીનાં પગલાંરૂપે ૨૮૮ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૧૨ દારૂડિયાને ઝડપી લઈ ગુના દાખલ કર્યા છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં વટવા જીઅાઈડીસી નજીક શ્રમજીવી વસાહત ખાતે રહેતી ૧૪ વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like