ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ અાનંદનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અાનંદનગરમાં અાર.એચ. કાપડિયા સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલ તૃષાબહેન ગૂંજનભાઈ પટેલ નામની યુવતીના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂપિયા ૪૦ હજારની કિંમતનો સોનાનો દોરી તોડી ફરાર થઈ ગયા હતા.

વીજ કરંટ લાગતાં યુવાનનું મોત
અમદાવાદઃ વટવા જીઅાઈડીસીમાં વીજ કરંટ લાગતાં એક યુવાનનું મોત થયું હતું. વટવા જીઅાઈડીસીમાં અાવેલી પાવર એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતાં દિનેશ ભાવષાર નામના યુવાનનંુ વીજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૭૪ લિટર દેશી દારૂ, ૮૭ બોટલ વિદેશી દારૂ, ૮૮ બિયરનાં ટીન, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૧.૩૫ લાખની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૨૫ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૩૭૬ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૭૬ ઈસમની અટકાયત કરી જેલ ભેગા કરી દઈ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેપટોપની ચોરી કરનાર બે ઝડપાયા
અમદાવાદઃ લેપટોપની ચોરી કરવામાં સંડોવાયેલા અનિલ દશરથ ઠાકોર અને રાકેશ નરસિંહ ઠાકોરને કાકડાપીઠ પોલીસે ઝડપી લઈ એક લેપટોપ, બે મોબાઈલ ફોન અને એક્ટિવા સાથે કુલ રૂપિયા સવા લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like