ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

ગંભીર ગુનાનો વોન્ટેડ અારોપી ઝડપાયો
અમદાવાદઃ ખૂનની કોશિશ, લૂંટ અને ચેઈન સ્નેચિંગના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા વોન્ટેડ ગુનેગાર ઈકબાલ ઉર્ફે રાજા મજિદખાન પઠાણ (રહે. સૈયદવાડી વટવા)ને ક્રાઈમબ્રાન્ચે અાબાદ ઝડપી લીધો હતો. અારોપીની ઉલટતપાસ દરમિયાન અનેક ગુનાના ભેદ ઉકેલાવાની સંભાવના છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૯૧ લિટર દેશી દારૂ, ૪૬ વિદેશી બોટલ, ૨૧ બિયરના ટીન, એક બાઈક, એક સ્કૂટર, રૂપિયા એક લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૫૬ શખસની ધરપકડ કરી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં સોનાનો દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. શાહીબાગ રાસ્થાન હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલ રેખાબહેન ભુપેન્દ્રભાઈ પરમાર નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ રામોલ અને વટવા વિસ્તારમાંથી બે રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યા છે. વટવામાં નિગમ બસસ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની, ઘોડાસર મંદિર પાસેથી એક બાઈકની અને રામોલમાં સીટીએમ નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારી અને વયના કારણે થયું હોવાનું પ્રાથમિક તપસામાં જાણ‍વા મળે છે. મરનારનું નામ-સરનામું જાણવા મળ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like