ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

મોબાઈલ ફોન સહિતની મતાની ચોરી
અમદાવાદઃ નિકોલમાં અાવેલી એક દુકાનનાં તાળાં તોડી ૪૦ મોબાઈલ સહિત રૂપિયા બે લાખની મતાની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં રાજહંસ સિનેમા પાસે અાવેલ શ્રીજી મોબાઈલ ગેલેક્સી નામની દુકાનનાં શટલ તોડી ૪૦ મોબાઈલ ફોન, છ પેનડ્રાઈવ અને ૭ ઈયરફોનની ચોરી કરવામાં અાવતા તપાસ હાથ ધરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૪૭ લિટર દેશી દારૂ, ૧૮ બોટલ વિદેશા દારૂ, ૩૨ બિયરના ટીન, એક સ્કૂટર, એક રિક્ષા, રૂપિયા પોણા બે લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૩ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૧૮૦ ઈમસની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૮૦ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં તપાસ હાથ ધરવામાં અાવી છે. ઓઢવમાં જીઅાઈડીસી ખાતે રહેતા શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં શોધખોળ શરૂ કરવામાં અાવી છે.

બે રિક્ષા, બે બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ નરોડા અને ઓઢવમાંથી બે રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યા છે. નરોડામાં ગેલેક્સી પાસેથી એક રિક્ષાની, નરોડા પાટિયા પાસેથી એક બાઈકની, ઓઢવમાં જીઅાઈડીસી ગેટ પાસેથી એક લોડિંગ રિક્ષાની અને અાદિનાથ બસસ્ટેન્ડ પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

http://sambhaavnews.com/

You might also like