ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

બે કાર, રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ વસ્ત્રાપુર અને સોલામાંથી બે કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. વસ્ત્રાપુરમાં સિંધુભવન રોડ પર શિલ્પ અારોન કોમ્પ્લેક્સ નજીકથી એક કારની, સોલામાં શિવકેદાર ફ્લેટ નજીકથી એક કારની અને થલતેજ ચાર રસ્તાની નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

યુવતીનો ગળાફાંસો ખાઈ અાપઘાત
અમદાવાદઃ ચાંદખેડામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈ અાપઘાત કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડામાં ફાયર સ્ટેશન નજીક રહેતી રિયા નરેન્દ્રસિંહ ગુર્જર નામની ૨૨ વર્ષની યુવતીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૨૫ લિટર દેશી દારૂ, ૧૬૦ બોટલ વિદેશી દારૂ, ૩૬ બિયરના ટીન, એક રિક્ષા, ત્રણ બાઈક, રૂપિયા ૧૪ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૨૬ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૨૦૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર અગમચેતીના પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૨૦૮ ઈમસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૮ દારૂડિયાને ઝડપી લઈ ગુના દાખલ કર્યા છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં એએમટીએસ ટર્મિનસ પાસે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મરનારનું નામ-સરનામું કે અન્ય કોઈ વિગત જાણવા મળ્યા નથી.

http://sambhaavnews.com/

You might also like