ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

બે લકઝુરિયસ કારની ઉઠાંતરી
અમદાવાદઃ ઈસનપુર અને ઓઢવમાંથી બે લકઝુરિયસ કારની ઉઠાંતરી થઈ હતી. ઈસનપુરમાં કેનાલ રોડ પર અાવેલ કામેશ્વર કોમ્પ્લેક્સ નજીકથી હ્યુન્ડાઈ કારની અને ઓઢવમાં શિવકુંજ હોટલ પાસેથી ઈનોવા કારની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૮૫ લિટર દેશી દારૂ, ૧૨૨૩ વિદેશી દારૂની બોટલ, ૭૬૦ બિયરનાં ટીન, બે સ્કૂટર, રૂપિયા ૨૫ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૦૯ શખસની ધરપકડ કરી છે.

રથયાત્રાને અનુલક્ષી ૭૨૫ અટકાયત
અમદાવાદઃ અાગામી રથયાત્રાને અનુલક્ષી પોલીસે સાવચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૭૨૫ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૩૭ દારૂડિયાને ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.

જીવરાજપાર્કમાં રૂ ૭૫ હજારની મતાની ચોરી
અમદાવાદઃ જીવરાજપાર્ક વિસ્તારમાં ઘરફોર ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જીવરાજપાર્ક વિસ્તારમાં અાવેલ શિવકુંજ સોસાયટીના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી રૂપિયા ૭૫ હજારની મતાની ચોરી કરી હતી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ મારામારી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગાર મૌલિક સુરેશ જોષીને પોલીસે નારોલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. અા શખસ ઈસનપુરમાં બનેલા હત્યાના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલો હતો. પોલીસે અારોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like