ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

વાડજમાં ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ વાડજ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં નિર્ણયનગર ટ્રોમા સેન્ટર પાસેથી પસાર થઈ રહેલ લક્ષ્મીબહેન રણછોડભાઈ પ્રજાપતિ નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલી ગઠિયા રૂ. એક લાખની કિંમતનો સોનાનો દોરા તોડી ફરાર થઈ ગયા હતા.

બીજા માળેથી પટકાતાં મોત
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં મકાનના બીજા માળેથી પટકાતાં એક યુવાનનું મોત થયું હતું ચાંદખેડામાં પાર્શ્વનાથ મેટ્રોસિટી ખાતે એસીનું કમ્પ્રેશર ફિટ કરતી વખતે બીજા માળેથી પટકાતાં હરિશ બાબુભાઈ પરમાર નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રીઢો ઘરફોડ ચોર ઝડપાયો
અમદાવાદઃ ચોરીના ગુનામાં સંડોવાયેલો અને નાસતા ફરતા એક રીઢા ગુનેગારને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો હતો. વસ્ત્રાપુર, સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ બનેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા અનિલ કાંતિલાલ પુરબિયા નામના શખસને પોલીસે ઝડપી લઈ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૪૪ લિટર દેશી દારૂ, ૩૨૫ વિદેશી દારૂની બોટલ, એક કાર, એક બાઈક, રૂ. ૬૫ હજારની રોકડ રકમ, જુગારના સાધનો કબજે કરી ૮૩ શખસની ધરપકડ કરી હતી.

રથયાત્રાને અનુલક્ષી ૯૯૪ ઈસમની અટકાયત
અમદાવાદઃ અગામી રથયાત્રાના અનુલક્ષી પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા િવસ્તારમાંથી ૯૯૪ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૬૦ શખસની અને પાસા હેઠળ ૪૦ ઈસમના અટકાયત કરી હતી.

http://sambhaavnews.com/

You might also like