Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ચેઈન સ્નેચરોનો ત્રાસઃ બે મહિલાઓના દોરા તૂટ્યા
અમદાવાદ: વસ્ત્રાપુર-ઈસનપુરમાં બે મહિલાઓના સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે બોડકદેવમાં પ્રકાશ સ્કૂલની સામે અાવેલ હવેલી એપાર્ટમેન્ટમાં રહેતી મેસી જોસેફ નામની મહિલા સવારના ૧૧ વાગ્યાના સુમારે પ્રકાશ સ્કૂલ નજીક ઊભી હતી ત્યારે બાઈક પર અાવેલા બે ગઠિયા અા મહિલાના ગળામાંથી રૂ. ૪૫ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા જ્યારે દાણીલીમડા વિસ્તારમાં શ્રવણપાર્ક ખાતે રહેતી હંસાબહેન મ‌િણલાલ પરમાર નામની મહિલા ઈસનપુરમાં સૂર્યનગર એએમટીએસ બસના વર્કશોપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઈક પર અાવેલા ગઠિયા અા મહિલાને ધક્કો મારી નીચે પાડી દઈ તેના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર છૂટ્યા હતા.

એક કિશોર અને બે સગીરાનાં અપહરણ થતાં ચકચાર
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં એક કિશોર અને બે સગીરાનાં અપહરણ થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં ભૂત બંગલા નજીક મોહન બિલ્ડિંગ પાસે રહેતા ભગવતીપ્રસાદ ઉદ્ધવરામ શર્માના ૧૬ વર્ષના પુત્ર ભુવનને રાતના ૮ વાગ્યાના સુમારે તેના ઘર નજીકથી કોઈ અજાણ્યા શખસો રહસ્યમય સંજોગોમાં ઉઠાવી જતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત નરોડામાં દેવી સિનેમા પાસે મફતનગર ખાતે રહેતી ૧૬ વર્ષની સગીરાને તેના ઘર નજીકથી જગદીશ વઘાજી ઠાકોર નામનો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હતો. અા ઉપરાંત અા જ વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉન‌િશપના બસસ્ટેન્ડ નજીકથી પણ એક સગીરાનું અપહરણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વિદેશ જવાની ફાઈલ કેન્સલ થતાં યુવાનનો ગળાફાંસો ખાઈ અાપઘાત
અમદાવાદ: વિદેશ જવાની ફાઈલ કોઈ કારણસર કેન્સલ થતાં એક યુવાને ગળાફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી નાખતાં કારંજ પોલીસે અા અંગે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કારંજ વિસ્તારમાં ભદ્ર ખાતે અાવેલ મહારાષ્ટ્ર સમાજવાડી નજીક રહેતા સુનીલ ડાહ્યાલાલ શર્માએ રાતના દસ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે અાત્મહત્યા કરનાર યુવાને વિદેશ જવા માટે ફાઈલ મૂકી હતી, પરંતુ વિદેશ જવાની ફાઈલ કેન્સલ થતાં અા યુવાને હતાસામાં અા અંતિમ પગલું ભર્યું હતું.

અા ઉપરાંત સોલા વિસ્તારમાં પ્રાર્થના એલિગન્સ નામના નવા બંધાતા બિલ્ડિંગમાં ત્રીજા માળે મજૂરીકામ કરતો મોહન લક્ષ્મણ તા‌િવયાડ નામનો યુવાન અકસ્માતે ત્રીજા માળેથી પગ લપસતાં નીચે પટકાયો હતો. અા યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને કાલુપુર વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનીયા વાસ નજીકથી એક બાઇકની અને દેવી સિનેમા પાસેથી એક બાઇકની તેમજ કાલુપુરમાં મ્યુનિ. બસસ્ટેન્ડ નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૩૯૭ લિટર દેશી દારૂ, નવ બોટલ વિદેશી દારૂ, ૧૩ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૭૪,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી પર શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૬રની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧૬ર શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ૧૦ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

ત્રણ યુવતી ભેદી રીતે લાપતા
અમદાવાદઃ આનંદનગરમાંથી હીરલબહેન નિશીતકુમાર, બહેરામપુરામાંથી જ્યોતિ દેવેન્દ્રભાઇ પરમાર અને મણિનગરમાંથી બંસરીબહેન જયંતીગીરી ગોસ્વામી નામની આ યુવતીઓ અચાનક ગુમ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદઃ ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

You might also like