ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

રોક્ડ સાથેની બેગની તફડંચી
અમદાવાદઃ રામોલમાં કારમાંથી રોકડ સાથેની બેગની તફડંચી કરવામાં અાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં હાઈવે પર મહેસાણા કો.ઓ. બેંક સામે પાર્ક કરેલી કારનો દરવાજો ખોલી ગઠિયો રૂ. ૪૫ હજારની રકમ સાથેની બેગની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો.

ગિરધરનગરમાં ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ શાહીબાગના ગિરધરનગર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. ગિરધરનગરમાં ગાંધી વિદ્યાલય નજીકથી પસાર થઈ રહેલ લીલાબહેન બાબુજી ઠાકોર નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂ. ૩૭ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શાહપુર અને ઓઢવમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતા પોલીસે ગુના દાખલ કર્યા છે. શાહપુરમાં દિલ્હી ચકલા નજીકથી એક રિક્ષાની, ઓઢવ જીઅાઈડીસીના ગેટ પાસેથી એક ટેમ્પોની અને અાદિનાથનગર બસસ્ટેન્ડ પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૭૪ લિટર દેશી દારૂ, ૩૧૨ બોટલ વિદેશી દારૂ, ૯૩ બિયરના ટીન, એક કાર, રૂ. ૬૫ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૬ શખસની ધરપકડ કરવામાં અાવી છે.

રથયાત્રાના અનુલક્ષીને ૬૭૬ની અટકાયત
અમદાવાદઃ અાગામી રથયાત્રાના અનુલક્ષી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર તકેદારીના પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૬૭૬ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. તેમજ નશાબંધીના ભંગ બદલ ૩૬ દારૂડિયાને ઝડપી લેવામાં અાવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like