ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

સાતમા માળેથી પટકાતાં યુવતીનું મોત
અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં એક બિલ્ડિંગના સાતમા માળેથી પટકાતાં યુવતીનું મોત થયું હતું. હર્ષા સોમજી અામલિયાર નામની યુવતી ઘાટલોડિયામાં એક બિલ્ડિંગના સાતમા માળે કામ કરી રહી હતી ત્યારે અકસ્માતે પટકાતાં તેનું મોત થયું હતું.

અાઈશર ગાડી અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ સરખેજ અને નારોલ વિસ્તારમાં અાઈશર ગાડી અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરખેજમાં સાણંદ સર્કલ પાસેથી અાઈશર ગાડીની અને નારોલ ચાર રસ્તા પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કારનો કાચ તોડી રોકડની તફડંચી
અમદાવાદઃ ઉસ્માનપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી અાશરે રૂ. ત્રણ લાખની તફડંચી કરવામાં અાવી હતી. ઉસ્માનપુરામાં અન્ડરબ્રિજ નજીક પાર્ક કરેલી એક કારનો ગઠિયાએ કાચ તોડી સોનાની ચેઈન અને રોકડ સહિત રૂ. ત્રણ લાખની મતાની તફડંચી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૫૦૮ લિટર દેશી દારૂ, ૨૩૨ બોટલ વિદેશી બોટલ, એક રિક્ષા, એક બાઈક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૭ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૩૦૫ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૩૦૫ ઈસમની અગમચેતીનાં પગલાંરૂપે અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૨૨ અને પાસા હેઠળ ચાર શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

http://sambhaavnews.com/

You might also like