ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

વટવામાં મકાનનાં તાળાં તોડી ચોરી
અમદાવાદઃ વટવા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં શાહવાડી ખાતે અાવેલ પ્રગતિનગરના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી રૂ. ૪૦ હજારની મતાની ચોરી કરી હતી.

ટ્રેનની અડફેટે અાવી જતાં અાધેડનું મોત
અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં ટ્રેનની અડફેટે અાવી જવાથી એક અાધેડનું મોત થયું હતું. ખોખરામાં રહેતા કાળુભાઈ દેવશીભાઈ મોલાડિયા દક્ષિણી અન્ડરબ્રિજ પાસે રેલવેના પાટા ક્રોસ કરતાં હતા ત્યારે ટ્રેનની અડફેટે અાવી જતાં ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત થયું હતું.

નરોડાની ફેક્ટરીમાં યુવાનનું મોત
અમદાવાદઃ નરોડા જીઅાઈડીસીમાં અાવેલી ગુજરાત મેટલ નામની કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા નરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવાન અચાનક જ બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલ દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૫૧૦ લિટર દેશી દારૂ, ૧૪૫ બોટલ વિદેશી દારૂ, એક કાર, ત્રણ બાઈક, બે રિક્ષા, રૂ. ૪૫ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૬૪ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૨૭૨ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીનાં પગલારૂપે જુદા જુદા વિસ્તારમાં ૨૭૨ ઈસમની ધરપકડ કરી તમામને જેલ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત પોલીસે અન્ય ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા બે શખસની પાસા હેઠળ ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

You might also like