ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ

ટ્રકની અડફેટે અાવી જતાં યુવાનનું મોત
અમદાવાદઃ નરોડા વિસ્તારમાં ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત થયું હતું. નરોડા ખાતે રહેતો નીલેશ અને તેનો મિત્ર પુષ્કરસિંહ બાઈક જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં પુષ્કરસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સોનાનાં દોરાની ચીલઝડપ
અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં સોનાનાં દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સાબરમતી વિસ્તારમાં રામનગર ખાતે અાવેલ પુખરાજ હોસ્પિટલ પાસેથી પ્રસાર થઈ રહેલાં ગીતાબહેન ઠાકોરના ગળામાંથી રૂ. ૩૦ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી.

કાર, બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ વાડજ અને વટવામાંથી કાર, બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. વાડજમાં દેવસ્ય હોસ્પિટલ નજીકથી કારની, વટવામાં નારોલ સર્કલ પાસેથી રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થઈ હતી.

સોનાનાં ઘરેણાં અને રોકડની ચોરી
અમદાવાદઃ ત્રાગડ ગામમાં અાવેલી એક સોસાયટીના મકાનમાંથી રૂ. ૪.૫૦ લાખની મતાની ચોરી થઈ હતી. ત્રાગડમાં અાવેલી સરસ્વતીપાર્ક સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૨૦ લિટર દેશી દારૂ, ૨૧૦ બોટલ વિદેશી દારૂ, ૨૦૭ બિયરનાં ટીન, એક કાર, રૂ. ૧૬ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૬ શખસની ધરપકડ કરી છે. અા ઉપરાંત પોલીસે તકેદારીનાં પગલાંરૂપે ૧૦૫ ઈસમની અટકાયત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like