LoC પર ભારત દ્વારા દિવાલનો વિરોધ કરતું પાકિસ્તાન

સંયુક્ત રાષ્ટ્ર : પાકિસ્તાન ફરી એકવાર ભારતની ફરિયાદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં ગયું છે.પત્રનાં અનુસાર ભારતની યોજના નિયંત્રણ રેખા પર દિવાલ બનાવવાની છે. ભારત હવે પાક્કી આંતરરાષ્ટ્રીય રેખા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે ભારતે તેનો જવાબ આપ્યો યોગ્ય સમજ્યો નથી. ભારતે જણાવ્યું કે યોગ્ય સમય આવ્યે તે જવાબ આપશે.

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદુત મલીહા લોધીએ ચાર સપ્ટેમ્બર અને નવ સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને બે પત્ર લખ્યા છે. નવ સપ્ટેમ્બરનાં રોજ સુરક્ષા પરિષદનાં અધ્યક્ષ રશિયન રાજદુત વિતાલી ચુર્કિને લખેલા પત્રમાં લોધીએ જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાનની વચ્ચે 197 કિલોમીટર લાંબી સીમા પર 10 મીટર ઉંચી અને 135 ફુટ પહોળી દિવાલ બનાવવાની ભારતની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

ભારતે કહ્યું કે પાકિસ્તાન દ્વારા સુરક્ષા પરિષદને આપેલા પત્રોમાંથી એક પત્ર હિજ્બ ઉલ મુજાહિદ્દીનનાં પ્રમુખ સઇદ સલાહુદ્દીનનાં વક્તવ્ય પર આધારિત છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કાલે પત્રકારોને જણાવ્યું કે ભારત જાણે છે કે બે પત્ર લખવામાં આવ્યા છે. 

સ્વરૂપે કહ્યું કે મારૂ માનવું છે કે સપ્ટેમ્બરનો બીજો પત્ર સલાહુદ્દીનની તરફથી આપવામાં આવેલા આ પ્રકારનાં વક્તવ્ય પર આધારિત છે. તે એક એવો વ્યક્તિ છે જેને અમે આતંકવાદી માનીએ છીએ. અમે યોગ્ય સમયે તેની પ્રતિક્રિયા આપીશું. 

You might also like