કેન્દ્રના કર્મચારીને ભેટઃ ઘર બનાવવા ઓછા વ્યાજે મળશે 25 લાખ, પતિ-પત્ની અલગ અલગ પણ લાભ લઈ શકે!

કેન્દ્ર સરકારના કર્મચારી હવે નવા મકાનના નિર્માણ માટે અથવા ખરીદી માટે 8.50 ટકાના સાધારણ વ્યાજ પર 25 લાખ રૂપિયા એડવાન્સમાં આપી શકાશે. પહેલા આ રકમ 7.50 લાખ રૂપિયા હતી અને વ્યાજનો દર 9.50 ટકા વચ્ચે હતો.

આવાસ અને શહેરીકરણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 20 વર્ષ માટે 25 લાખ રૂપિયાની લૉન આપતી અન્ય સંસ્થાઓની તુલનામાં હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સનો લાભ ઉઠાવીને 11 લાખ રૂપિયા બચાવી શકાય છે.

તેમણે એવું પણ કહ્યું હતું કે, જો એસબીઆઈ જેવા બેંકમાંથી 25 લાખની લૉન 20 વર્ષ માટે લેવામાં આવે તો વર્તમાન 8.35 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના દર પ્રમાણે મહિનાના 21,459 રૂપિયા થાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 20 વર્ષના અંતમાં ચૂકવવામાં આવતી રકમ 51.50 લાખ થઈ જાય છે, જેમાં વ્યાજના રૂપિયા 26.50 લાખ સામેલ છે. બીજી તરફ જો આ જ લૉન યોજના પ્રમાણે એચબીએ પાસેથી 20 વર્ષ માટે લેવામાં આવે તો 8.50 ટકાના સાધારણ વ્યાજ પર લેવામાં આવે તો પહેલા 15 વર્ષો માટે મહિનાના 13,890 રૂપિયા થાય છે અને તેના બાદ દર મહિને 26,411 રૂપિયા થાય છે. આ પ્રકારે કુલ રકમ વ્યાજ સહિત 40.84 લાખ થાય છે, જેમાં 15.84 લાખ રૂપિયા વ્યાજના સામેલ છે.

જો કે આ યોજનામાં સૌથી મહત્વની વાત તો એ છે કે, જો કોઈ દંપતિ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો તેમને આ યોજનાનો લાભ અલગ અલગ અને એકસાથે પણ મળી શકે છે. તેની પહેલા આ લાભ દંપતીમાંથી કોઈ એક જ લઈ શકતું હતું.

You might also like