અાશીર્વાદની સાથે સાથે લોન પણ મળે છે હિમાચલ પ્રદેશનાં મંદિરોમાં

728_90

માણસ ભીડમાં હોય ત્યારે ભગવાનને યાદ કરે છે ને એ વખતે ભગવાન માત્ર અાશીર્વાદ અાપીને વિદાય કરી દે એ કેવું? હિમાચલ પ્રદેશમાં લાહોલ-સ્પિતિ, કિન્નૌર અને શિમ જેવાં સ્થળોએ ખાસ મંદિરોમાં ભગવાનના અાશીર્વાદની સાથે સાથે લોન પણ મળે છે. અા પરંપરા સદીઓ પુરાણી છે. જરૂરતમંદ લોકોને એક વર્ષ માટે અહીં લોન મળી શકે છે. જોકે એ માટે વર્ષે બેથી ત્રણ ટકા જેટલું વ્યાજ ચૂકવવું પડે છે. મંદિરના પ્રબંધકોનું કહેવું છે કે કેટલાક કિસ્સામાં લોન લેનાર વ્યક્તિની અાર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો માફ પણ કરી દેવાય છે. પ્રબંધકોનું કહેવું છે કે બેન્કો હંમેશાં એ જુએ છે કે લોન લેનાર એ પાછી અાપી શકે એમ છે કે નહીં, જ્યારે મંદિરમાં અમે માત્ર એટલું જ ચેક કરીએ છીએ કે લોન માગનાર ખરેખર જરૂરિયાતમંદ છે કે નહીં. ભગવાન તરફથી લોકોને માત્ર પૈસા જ નહીં, અનાજ પણ લોનના રૂપમાં અપાય છે.

You might also like
728_90