ખેડૂતોની લોનમાફી આજકાલ ફેશન બની ચુકી છે : વેંકૈયા નાયડૂ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યું કે લોનમાફી ફેશન બની ચુકી છે અને લોન માફ કરવી સમસ્યાનું અંતિમ સમાધાન નથી. કેન્દ્રીય મંત્રીની આ ટીપ્પણી છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક રાજ્યો દ્વારા ખેડૂતની લોન માફ કરવામાં આવ્યા બાદ આવી છે. જો કે પોતાની ટીપ્પણી પર વિવાદ થવાની આશંકાને જોતા વેંકૈયા નાયડૂએ બાદમાં સ્પષ્ટતા કરી. ઉલ્લેખનીય છે કે બુધવારે કર્ણાટકે પણ ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી.

સમાચાર એજન્સીનાં અનુસાર કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ ગુરૂવારે કહ્યું કે, લોનમાફી હવે ફેશન બની ચુકી છે, લોનમાફી માત્ર ખુબ જ મુશ્કેલ પરિસ્થિતીઓમાં થવી જોઇએ. આ સમાધાન નથી પરંતુ ખેડૂતોનો ખ્યાલ રાખવો પડશે. યૂપી, મહારાષ્ટ્ર અને પંજાબ પહેલા જ લોનમાફીની જાહેરાત કરી ચુક્યા છે. કર્ણાટકે દરેક ખેડૂતનાં 50 હજાર રૂપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્યનાં ખજાનાં પર 8165 કરોડ રૂપીયાનો મોટો બોઝો પડશે.

નાયડૂએ પોતાનાં નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કાર્યક્રમમાં બોલી રહ્યા હતા જેનો વિષય ખેડૂતોની સમસ્યાઓ પર હતો. તેમનું નિવેદન એ સંદર્ભમાં જ લેવામાં આવવું જોઇએ. દરેક સમસ્યાઓનું અસ્થાયી સમાધાન કરી રહ્યા છે સ્થાયી નહી. સોમવારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે પોતાની ચૂંટણીનાં વચનો પુરા કરતા વિધાનસભામાં લોનમાફીની જાહેરાત કરી હતી.

You might also like