આવતી કાલે સાંસદ એલ.કે. અડવાણી આવશે ગુજરાત મુલાકાતે

અમદાવાદઃ આવતી કાલે ગાંધીનગરનાં સાંસદ એલ.કે. અડવાણી ગુજરાતની મુલાકાતે આવશે. આવતી કાલે સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે. એલ.કે. અડવાણી દિવસ દરમ્યાન એનેક્ષી ખાતે ભાજપનાં આગેવાનો સાથે મુલાકાત કરશે.

આવતી કાલે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર ખાતે આગેવાનો ખાતે તેઓ વિશેષ ચર્ચા કરશે. એલ.કે. અડવાણી અમદાવાદનાં ઘાટલોડિયામાં જીમનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે આજનાં દિવસે અમદાવાદમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશનાં હાલનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ત્યારે આ પુસ્તક વિમોચનનાં કાર્યક્રમમાં આનંદીબેન પટેલ અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક મંચ પર જ હાજર રહ્યાં હતાં.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે હતાં. ત્યાર બાદ અમિત શાહે CM રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ને હવે તેઓ 17મી માર્ચે આવતી કાલે સવારે દિલ્હી જવા રવાના થશે.

You might also like