સંસદમાં હોબાળાથી દુઃખી અડવાણી, આપશે રાજીનામુ!

નવી દિલ્હીઃ નોટબંદી, કિરન રિજિજૂ અને અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ પર હોબાળો થતા આજે લોકસભા આખા દિવસ માટે જ્યારે રાજ્યસભા બપોર સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. ત્યારે આ હોબાળાની વચ્ચે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંસદનું કામ ઠપ થવા અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સરકાર તરફથી અગસ્ટા ડીલ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. જેને પગલે લોકસભા સ્થગિત થઇ હતી. આ મામલે અડવાણીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હોબાળાથી દુઃખી અડવાણીએ કહ્યું કે હું વિચારી રહ્યો છું કે સંસદમાં સભ્યપદથી રાજીનામુ આપી દઉં.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ઇદ્રાસ અલીએ જણાવ્યું છે કે લાલકૃષ્ણ અડવાણીએ મને જણાવ્યું છે કે તેઓ સંસદની આ પરિસ્થિતિ જોઇને ખૂબ જ વ્યથિત છે અને તેઓ જલ્દીથી રાજીનામુ આપવાનું વિચારી રહ્યાં છે. અલીએ વધુમાં જણાવ્યું હતું કે અડવાણીએ કહ્યું છે કે કોઇ જીતે કે હારે હોબાળાથી સંસદની જ હાર છે. આ અંગે સ્પીકર સાથે વાત કરી કાલે ચર્ચા થવી જોઇએ.

લોકસભામાં સરકારે જણાવ્યું છે કે અગસ્ટામાં જે પૂરાવા આવ્યાં છે તે કોંગ્રેસના પ્રથમ પરિવાર તરફ ઇશારો કરે છે. ત્યાર બાદ કોંગ્રેસના સાંસદોએ હોબાળો કર્યો હતો ટ્રેઝરી બેંચમાં હોબાળો કરીને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી હતી.

home

You might also like