ટ્રેનના ખાવામાં નિકળી ‘ગરોળી’, પ્રભુએ કહ્યું-જલ્દી લવાશે નવી કેટરિંગ પોલિસી

સંસદમાં કેગની ટ્રેનોમાં ખરાબ ગુણવત્તા વાળા ખાવાની આપેલી રિપોર્ટના એક દિવસ બાદ જ પૂર્વા એક્સપ્રેસમાં યાત્રીઓને પીરસવામાં આવેલ જમવામાં ગરોળી મળી આવી છે. કેગએ પોતાના રિપોર્ટમાં રેલ્વે સ્ટેશનો પર પીરસવામાં આવતા ખાવા પીવાની ચીજોને માણસ ઉપયોગને લાયક નથી એવું જણાવ્યું હતું.

મંગળવારે તીર્થયાત્રીઓનો એખ સમૂહ ઝારખંડથી ઉત્તર પ્રદેશ જઇ રહ્યું હતું. જ્યારે પૂર્વા એક્સપ્રેસ પટનાથી નજીક પહોંચી તો એમને પીરસવામાં આવેલી વેજ બિરયાનીમાં મરેલી ગરોળી મળી. આ ખાવાનું ખઇને એક વ્યક્તિ બિમાર પડી ગયો. જ્યારે રેલ્વે સ્ટાફને એની સૂચના આપવામાં આવી તો સ્ટાફએ એ ખાવાનું ટ્રેનની બહાર ફેંકી દીધું અને ચાલ્યા ગયા. ત્યાર બાદ જ્યારે ટિકીટ ચેકર અને પેન્ટ્રી કાર અટેન્ડેન્ટને આ બાબતે ફરીયાદ કરવામાં આવી તો એની પર પણ કોઇ ધ્યાન આપવામાં આવ્યું નહીં. સુનવણી ના થવા પર યાત્રીઓએ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુને ટ્વિટ કર્યુ.


આ ટ્વિટની અસર થઇ અને જ્યારે ટ્રેન યૂપીના મુગલસરાય પહોંચી તો કેટલાક વરિષ્ઠ અધિકારી પહોંચ્યા અને બીમાર યાત્રીઓને દવા આપવામાં આવી.

મુગલસરાયમાં એક વરિષ્ઠ અધિકારી કિશોર કુમારે કહ્યું, ‘અમારી સૌથી મોટી ચિંતા યાત્રીઓના સ્વાસ્થ્યની છે, જ્યાં સુધી ટ્રેન અહીં ના પહોંચી ત્યાં સુધી ડોક્ટર તેમન દેખરેખ રાખીને દવાઓ આપતાં રહ્યા. અમે આ વાતની તપાસ કરીશું અને કડક કાર્યવાહી કરીશું.’

એમણે કહ્યુ, અમે મંત્રાયને આ વાતનો રિપોર્ટ સોંપીશું. કુમારે કહ્યું, અમે રેલ્વે ફૂડ પર કેગની રિપોર્ટને એક ફીડબેકની જેમ લઇ રહ્યા છીએ. અને અમારી સેવાને ગુણવતાપૂર્ણ કરવા માટે કડક પગલાં ભરી રહ્યા છીએ.

http://sambhaavnews.com/

You might also like