નાગાલેન્ડઃ CM અને 11 મંત્રીઓ આજે લેશે શપથ, રાજભવનની બહાર પહેલીવાર CM શપથ લેશે

આજે રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 11 મંત્રીઓ પણ શપથ લેશે. રિયોની પાસે ભાજપના 12 ધારાસભ્યોના, એક જેડીયૂ અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પ્રાપ્ત છ્. ઉપરાંત એનડીપીપીના 18 ધારાસભ્યો પણ છે.

મુખ્યમંત્રી રિયોએ 16 માર્ચ સુધી અથવા તેની પહેલા સદનમાં બહુમતિ સાબિત કરવી પડશે. તેની પહેલા કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાને ભાજપના મહાસચિવ અરુણ સિંહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિસાસોલી લહોનુ સાથે રાજ્યપાલને મળીને રિયોને સમર્થન આપતો એક પત્ર આપ્યો હતો. જેના પર ભાજપના 12 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યાં હતા.

You might also like