જાણો શું છે વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. જન્મદિવસ પ્રસંગે તેઓએ માતા હિરાબાનાં આશિર્વાદ લીધા બાદ તેઓ  કેવડિયા કોલોની જવા માટે રવાના થયા હતા. જો કે ખરાબ હવામાનનાં કારણે ડભોઇમાં જ તેમનાં હેલિકોપ્ડટરનું ઉતરાણ થયું હતું. તેઓ કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરશે. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પ્રધાનમંત્રી મોદી સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરશે.
સરદાર સરોવર ડેમના લોકાર્પણ પછી પ્રધાનમંત્રી મોદી ડભોઈ જવા રવાના થશે. ડભોઈમાં પ્રધાનમંત્રી મોદી જાહેરસભામાં સંબોધન કરશે. ડભોઈમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

ડભોઈમાં જાહેરસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અમરેલી જવા માટે રવાના થશે. અમરેલીમાં બપોરે અઢી કલાકે પ્રધાનમંત્રી મોદી નવા માર્કેટયાર્ડનું લોકાર્પણ કરશે તો સાથે અમર ડેરીના અમર હની પ્લાન્ટનું ખાતમૂહુર્ત પણ કરશે.
અમરેલીની ફોરવર્ડ સ્કૂલમાં આયોજીત જાહેરસભામાં પણ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. અમરેલીમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 5 વાગ્યે ભાવનગર જવા માટે રવાના થશે. ભાવનગર એરપોર્ટ પરથી પ્રધાનમંત્રી મોદી દિલ્લી જવા માટે રવાના થશે.

શું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

PM મોદી સરદાર સરોવર ડેમનું કરશે લોકાર્પણ
કેવડીયા કોલોની ખાતે યોજાશે લોકાર્પણ કર્યક્રમ
શાસ્ત્રોક્ત પૂજન દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કરાશે લોકાર્પણ
PM મોદી ડેમના લોકાર્પણ બાદ વડોદરાના ડભોઈ જશે
ડભોઈમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે PM
MP, મહારાષ્ટ્ર, રાજસ્થાનના CM રહેશે ઉપસ્થિત
મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ રહેશે હાજર
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ પણ રહેશે હાજર
રાજસ્થાનના CM વસુંધરા રાજે પણ રહેશે હાજર
અમિત શાહ અને નીતિન ગડકરી પણ રહેશે ઉપસ્થિત
CM વિજય રૂપાણી, Dy.CM નીતિન પટેલ પણ રહેશે હાજર
ડભોઈ કાર્યક્રમ બાદ બપોરે અમરેલી જશે PM મોદી
અમરેલીમાં નવા માર્કેટયાર્ડનું કરશે લોકાર્પણ
અમરેલીમાં 2.30 વાગે
નવા માર્કેટયાર્ડનુ લોકાર્પણ કરશે
અમર ડેરી ખાતે અમર હની પ્લાન્ટનુ કરશે ખાતમૂહુર્ત
અમુલ આઈસક્રિમ પ્લાન્ટનુ કરશે ખાતમૂહુર્ત
ફોરવર્ડ સ્કૂલમાં જાહેર સભાને સંબોધશે
અમરેલીથી ભાવનગર જવા રવાના થશે
અમર ડેરી ખાતે અમર હની પ્લાન્ટનું કરશે ખાતમૂહુર્ત
અમૂલ આઈસક્રિમ પ્લાન્ટનુ કરશે ખાતમૂહુર્ત
અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલમાં જાહેર સભાને સંબોધશે
5 વાગે અમરેલીથી ભાવનગર જવા થશે રવાના

You might also like