‘રેનકોટ’ એટેક પર PM મોદી વિરૂદ્ધ રાજ્યસભામાં નારેબાજી

નવી દિલ્હીઃ રાજ્યસભામાં મનમોહન સિંહ અને કોંગ્રેસ પર પીએમ મોદીએ રેનકોટ વાળા નિવેદન પર કોંગ્રેસ ભડકી ઉઠી છે. રાજ્યસભામાં ગુરૂવારે પણ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે. સાથે જ પીએમ મોદીને માંફી માંગવાનો અનુરોધ કર્યો છે. આ મામલે સદદનમાં ખૂબ જ હોબાળો થયો છે. હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસના સભ્ય આનંદ શર્માએ ઇન્દિરા ગાંધી અંગે પીએમના ભાષણમાં આપવામાં આવેલી માહિતી અંગે નિરાશા વ્યક્ત કરી છે. સાથે તેને શરમજનક પણ ગણાવી છે. કોંગ્રેસે પીએમ મોદીને તેમના નિવેદન માટે માંફી માંગવા જણાવ્યું છે. લોકસભામાં AIADMKના સભ્યોએ પણ હોબાળો કર્યો છે.

જો કે વૈક્યા નાયડૂએ કોંગ્રેસની આકરી ટિકા કરતા કહ્યું છે કે પીએમ મોદી શા માટે માંફી માંગે. કોંગ્રેસે આ પહેલાં પીએમ મોદીનું અનેક વખત અપમાન કર્યું છે. રાજ્યસભામાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પર પીએમ મોદીએ રેનકોટ વાળુ નિવેદન કોંગ્રેસને ખૂબ જ આકરૂ લાગ્યું છે. રાહુલે તેને પીએમ પદની મર્યાદા અને સંસદની ગરિમા પર સવાલ ઉઠાવનારૂ ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પાર્ટીની પીડાને દેશ સાથે પણ જોડી દીધી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન સંસદમાં વિપક્ષે આરોપો લગાવ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભાના પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધ્યું હતું. યુપીએ સાશનમાં કરપ્શન હોવાનું જણાવવા સાથે પીએમ કહ્યું હતું કે બાથરૂમમાં રેનકોટ પહેરીને નાહવાનું મનમોહન સિવાય કોઇ વધારે સારી રીતે સમજી શકશે. મોદીના આટલા કહેવા પર રાજ્યસભામાં હોબાળા થયો હતો અને પીએમ માંફી માંગે તેવી માંગણી થઇ હતી.

http://sambhaavnews.com/

You might also like