પંજાબ હાથમાં આવેલી મેચ હાર્યું : હૈદરાબાદનો વિજય

અમદાવાદ : આઇપીએલ-9ની 18મી મેચ હૈદરાબાદ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેનાં પગલે પંજાબની ટીમ પહેલી બેટિંગ કરવા માટે ઉતરી હતી.ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 143 રન ફટકાર્યા હતા. જેનાં પગલે હૈદરાબાદને જીતવા માટે 144 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો. પંજાબનાં ખેલાડીઓની કંગાળ પ્રદર્શનનાં કારણે હૈદરાબાદનો 5 વિકેટથી વિજય થયો હતો.

હૈદરાબાદનો સરળ વિજય
ટોસજીતીને પહેલી બોલિંગ પસંદ કર્યા બાદ બેટિંગમાં આવેલ હૈદરાબાદનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. હૈદરાબાદે પહેલા પંજાબનાં બેટ્સમેનને ખુબ જ દબાણમાં રાખ્યા બાદ પોતે ખુબ જ સુંદર બેટિંગ કરતા મેચ પોતાને નામે કરી લીધી હતી.
– પ્રથમ બેટિંગ કરવા માટે ડેવિડ વોર્નર અને શિખર ધવનની જોડી આવી હતી.
– ડેવિડ વોર્નરે 31 બોલમાં આક્રમક 59 રન ફટકાર્યા બાદ સંદીપ શર્માનાં બોલમાં ડેવિડ મિલરને કેચ આપી બેઠો હતો.
– ત્યાર બાદ આદિત્ય તરે કોઇ પણ રન બનાવ્યા વગર જ રન આઉટ થઇ ગયો હતો.
– શિખર ધવન 44 બોલમાં 45 રન બનાવીને રિષિ ધવન નીખીલને કેચ આપી બેઠો હતો.
– ઇયોન મોર્ગન 20 બોલમાં 25 રન બનાવીને મોહિત શર્માનાં બોલમાં મનન વોહરાને કેચ આપી બેઠો હતો.
– દિપક હુડ્ડા 5 બોલમાં 5 રન બનાવીને રન આઉઠ થયો હતો.
– મોઇસિસ હેનરિક્સ 4 બોલમાં 5 રન અને નમન ઓઝા 2 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યા હતા.
– ખુબ જ નાનો ટાર્ગેટ મળ્યો હતો હૈદરાબાદને જે તેણે 5 વિકેટનાં નુકસાને પાર પાડ્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબની સામાન્ય શરૂઆત
– ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલા પંજાબની શરૂઆત સામાન્ય રહી હતી.
– પ્રથમ વિકેટ મુરલી વિજયની પડી હતી. તે ભુવનેશ્વર કુમારનાં બોલમાં નમનઓઝાને કેચ આપી બેઠો હતો. 3 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.(14/1, 2.1 ઓવર)
– મનન વોહરા શિખર ધવનની ચુસ્ત ફિલ્ડિંગનો ભોગ બનીને રન આઉટ થયો હતો. તે 23 બોલમાં 25 રન બનાવી શક્યો હતો.(35/2, 5.5 ઓવર)
– ડેવિડ મિલર 11 બોલમાં 9 રન બનાવીને મોઇસિસ હેનરિક્સનાં બોલમાં નમન ઓઝાને કેચ આપી બેઠો હતો. (36/3, 9.2 ઓવર)
– ગ્લેન મેક્સવેલ પણ મોઇસિસ હેનરિક્સનો શિકાર બન્યો હતો. 2 બોલમાં 1 રન બનાવીને મસ્તફિઝુરને કેચ આપી બેઠો હતો. (65/4,10.0 ઓવર)
– શોન માર્ચ 34 બોલમાં 40 રન બનાવીને મસ્તફિઝુર રહેમાનનાં બોલમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. 89/5 (13.3 ઓવર)
– નિખિલ નઇક 28 બોલમાં 22 રન બનાવીને મુસ્તફિઝુરનાં બોલમાં મોઇસિસ હેનરિક્સને કેચ આપી બેઠો હતો. ( 139/6, 19.2 ઓવર)
– અક્ષર પટેલ 17 બોલમાં આક્રમક 36 રન અને રિષિ ધવન 2 બોલમાં 3 રન સાથે અણનમ રહ્યા હતા.
– કિંગ્સ ઇલેવન પંજાબનો સ્કોર નિર્ધારિત 20 ઓવરનાં અંતે 143 રન થયો હતો.

બંન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર, શિખર ધવન, હેનરિક્સ, દિપક હુડ્ડા, આદિત્ય તારે, ઇયાન મોર્ગન, નમન ઓઝા, બિપુલ શર્મા, ભૂવનેશ્વર કુમાર, બરિન્દર સરન, મુસ્તફિઝુર રહેમાન
કિંગ્સ ઇલેવન પંજાબ: મુરલી વિજય, મનન વહોરા, ગ્લેન મેક્સવેલ, ડેવિડ મિલ્લર, શોન માર્શ, અક્ષર પટેલ, નીખીલ નાયક, રિષી ધવન, મોહિત શર્મા, કાયલી એબોટ, સંદીપ શર્મા

You might also like