કોલકાતા નાઇટ રાઇડર્સનો 2 વિકેટથી વિજય

અમદાવાદ : આજે આઇપીએલ-9ની 20મી મેચ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે યોજાનાર છે. જેમાં કોલકાતા નાઇટરાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ અત્યારે સર્વોચ્ચ ટીમ છે. જ્યારે ધોનીની ટીમ પુણે અત્યાર સુધીમાં 3 મેચ હારી ચુક્યું છે.ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી પુણે સુપરજાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરના અંતે 5 વિકેટનાં નુકસાને 160 રન બનાવ્યા હતા. જેનાં પગલે કલકતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જે કોલકાતા નાઇટ રાઇડર્સે પાર પાડ્યો હતો. આ સાથે જ કોલકાતા નાઇટ રાઇડર્સનો 2 વિકેટથી વિજય થયો હતો. તમામ બેટ્સમેનોનાં ધબડકા બાદ ઓલરાઉન્ડર અને બોલરોએ ટીમનાં સ્કોરને પાર પાડ્યો હતો.

કોલકાતાની અંડર-19 જેવું પ્રદર્શન
– ટાર્ગેટ પાર કરવા માટે ઉતરેલી ટીમનાં ઓપનર રોબિન ઉથપ્પા ગૌતમ ગંભીર આવ્યા હતા.
– જો કે ટીમને પહેલો જ ઝટકો લાગ્યો હતો જ્યારે ઉથપ્પા કોઇ પણ રન બનાવ્યા વગર મર્કેલનાંબોલમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.
– ત્યાર બાદ સુર્યકુમર યાદવ અને ગૌતમ ગંભીરે બાજી સંભાળી પરંતુ ગંભીર પણ 5 બોલમાં 11 રન બનાવી રન આઉટ થયો હતો.
– શાકિબ અલ હસન 9 બોલમાં 3 રન બનાવીને રજત ભાટિયાનાં બોલમાં બોલ્ડ થયો હતો.
– યૂસુફ પઠાણે આવીને આક્રમક રમત રમી હતી જો કે તે પણ 27 બોલમાં 36 રન બનાવી રજત ભાટિયાનાં બોલમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.
– આંદ્રે રસેલ 11 બોલમાં 17 રન બનાવીને તિસારા પરેરાનો શિકાર બન્યો હતો.
– રાજગોપાલ સતીશ પણ 8 બોલમાં 10 રન બનાવીને એલબી મર્કેલનો શિકાર બન્યો હતો.
-પીયૂષ ચાવલા 5 બોલમાં 8 રન બનાવીને તિસારા પરેરાનો ભોગ બન્યો હતો.
– ઉમેશ યાદવ

પુણેની કોઇ સામાન્ય ટીમ જેવો દેખાવ
– પ્રથમ બેટિંગ કરવા માટે આંજિક્ય રહાણે અને ફાકડુ પ્લેસિસ ઉતર્યા હતા.
– જો કે ટીમને પ્રથમ ઝટકો 24 રનનાં સ્કોર પર ફાક ડુ પ્લેસિસનાં સ્વરૂપે લાગ્યો. ડુપ્લેસિસ 9 બોલમાં 4 રન બનાવી શાકીબ અલ હસનનો શિકાર બન્યો હતો.
– સ્ટીવન સ્મિથ 28 બોલમાં 31 રન બનાવીને રાજગોપાલ સતીશનો શિકાર બન્યો હતો.
– થિસારા પરેરા પણ 9 બોલમાં 12 રન બનાવીને રાજગોપાલ સતીષનો શિકાર બન્યો હતો.
– શરૂઆતથી અડગ રીતે રમી રહેલ અંજિક્ય રહાણે 52 બોલમાં 67 રન બનાવીને સુનિલ નારાયણનો શિકાર બન્યો હતો.
– એલબી મર્કેલ પણ 9 બોલમાં 16 રન બનાવીને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.
– એમ.એસ ધોની 12 બોલમાં 23 રન બનાવીને અણનમ રહ્યો હતો.
– રજત ભાટીયા 1 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યો હતો.

You might also like