એક નજરે જુઓ મહાનગર પાલિકાઓ લાઇવની સ્થિતિ

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન સહિતની છ કોર્પોરેશન, ૩૧ જિલ્લા પંચાયત, ર૩૦ તાલુકા પંચાયત અને પ૬ નગરપાલિકાની બે તબક્કામાં યોજાયેલા ચૂંટણી જંગની આજે સવારથી ભારે ઉત્સુકતાભર્યા માહોલમાં મતગણતરી હાથ ધરાઇ હતી.

મોદી મેજિકનો અભાવ, એન્ટી ઇન્કમબન્સી, પાટીદાર આંદોલન વગેરે કારણોથી ભાજપ માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન હતી, પરંતુ એલ.ડી. કોલેજ અને ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રોના ઇવીએમમાં જેમ જેમ મત ગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ કમળની છાવણીમાં ઉત્સાહનો સંચાર થતો ગયો.

આજે સવારના ૧૧-૩૦ વાગ્યા સુધીનાે ટ્રેન્ડ જોતાં રાજ્યના કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા જળવાઇ રહી છે, પરંતુ આની સાથે સાથે સત્તા પરિવર્તન કરવાના પ્રયાસમાં રાચતી કોંગ્રેસનો પનો ટૂંકો પડયો છે.

જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થાય તેમ લાગે છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નેતૃત્વના લિટમસ ટેસ્ટ સમાન ચૂંટણીના પરિણામ અગાઉ અકેન પ્રકારના તર્કવિતર્ક ઉઠયા હતા, પરંતુ આનંદીબહેને એકલા હાથે અનેક પડકારોને ઝીલીને સંપૂર્ણ ચૂૂટણી પ્રચાર પોતાના ખભા પર ઉપાડી લીધો હતો.

મહાનગર પાલિકાના પરિણામ
શહેર              કુલ સીટ        ભાજપા       કોંગ્રેસ           અપક્ષ
અમદાવાદ        192              142             49                ૦1
રાજકોટ              72               38               34                 ૦
વડોદરા              76               58               14                  04
ભાવનગર           52               34               18                 ૦
જામનગર           64               38                24                 2
સુરત                  116               80               36                 ૦

કુલ સીટ         ભાજપ      કોંગ્રેસ    અપક્ષ

જિલ્લા પંચાયત             31                 05              22         04
તાલુકા પંચાયત            230               69             127        04
નગર પાલિકા                 56                 40             11          03

You might also like