પુણેએ 9 વિકેટથી જીતીને કરી શુભ શરૂઆત : મુંબઇનો ઘરઆંગણે જ ધબડકો

અમદાવાદ : આઇપીએલની 9મી સિઝનની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને પુણે સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. મુંભઇ દ્વારા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 121 રન બનાવવામાં આવ્યા હતા. જેનાં પગલે જીતવા માટે 122 રનનાં ટાર્ગેટ સાથે ઉતરેલી પુણેની ટીમે એક વિકેટનાં નુકસાને જ ટાર્ગેટ પાર પાડી દીધો હતો. પુણેની માત્ર એક વિકેટ પડી હતી. ફાક ડુ પ્લેસિસની વિકેટ હરભજને ઝડપી હતી. જો કે પુણેનું પ્રદર્શન ખુબ જ આકર્ષક રહ્યું હતું. જેનાં પગલે 15 ઓવરમાં જ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.

પુણેનાં વિજય સાથે જ ધોનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને ગમે તેવા ખેલાડીઓ આપવામાં આવે તે દરેક ખેલાડીનો યોગ્ય ઉપયોગ કરીને જીતવા માટેનો પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવે છે. આ જીતની સાથે જ ફરીએકવાર ધોનીની વાહવાહી ચાલુ થઇ ચુકી છે. ધોનીનાં સેન્ય અને તેની ક્રિકેટ અને ખેલાડીઓને ઓળખવાની સુઝબુઝને લોકો ખુબ જ વખાણી રહ્યા છે.

રહાણેની ધમાકેદાર રમત
બીજા દાવમાં લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પુણેની ટીમનાં ઓપનર્સે ટીમને ખુબ જ સંગીન શરૂઆત અપાવી હતી. પુણેની પહેલી વિકેટ ફાક ડી પ્લેસિસ સ્વરૂપે પડી હતી. પ્લેસિસ 34 રન પર હરભજનનો શિકાર બન્યો તો. પહેલી વિકેટે પ્લેસિસે રહાણેની સાથે મળીને 78 રન બનાવ્યા હતા. ત્યાર બાદ રહાણેએ અણનમ રહીને 66 અને પીટરસને અણનમ રહીને 21 રન બનાવ્યા હતા. આ સાથે જ પુણેએ ખુબ જ સરળ જીત પ્રાપ્ત કરી લીધી હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલા મુંબઇ ઇન્ડિયની પહેલી વિકેટ ત્યારે પડી હતી જ્યારે માત્ર 8 રનમાં જ ઇશાંત શર્માએ રોહિત શર્માને પેવેલિયન ભેગો કર્યો હતો. રોહિત માત્ર 7 રનમાં જ એલબીડબલ્યુ આઉટ થયો હતો. લેન્ડલ સિમન્સને પણ ઇશાંતે પોતાનો શિકાર બનાવ્યો હતો. ઇશાંતે સિમન્સને 8 રનમાં જ ક્લિન બોલ્ડ કર્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલ હાર્દિક પંડ્યાએ મિચેલ માર્શના બોલમાં 9 રન પર ધોનીનાં હાથે કેચ આઉટ થયો હતો.
જો બટલરને પણ મિચેલે પોતાનો શિકાર બનાવ્યો હતો. માર્શે બટલરને અશ્વિનનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બટલર પોતાનું ખાતુ પણ ખોલી શક્યો નહોતો. પોલાર્ડ પણ ખાસ કાંઇ કરી શક્યો નહોતો અને રજટ ભાટિયાનાં બોલમાં માત્ર એક રનમાં જ આઉટ થઇ ગયો હતો. શ્રેયસ ગોપાલને અશ્વિને માત્ર 2 રનમાં આઉટ કર્યો હતો. સારી બેટિંગ કરી રહેલા અંબાતી રાયડૂને આર. અશ્વિને 22 બોલમાં ડૂ પ્લેસિસનાં હાથે કેચ આઉ કરાવ્યો હતો.
વિનય કુમારને આર.પી સિંહે 12 રનમાં સ્મિથનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હરભજન સિંહે 30 બોલમાં 45 રનની જબરદસ્ત રમત રમી હતી. તે અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. પુણેની તરફથી ઇશાંત અને મિચેલ માર્શે બે બે જ્યારે આર.પી સિંહ, રજત ભાટિયા, મુરૂગન અશ્વિન અને આર. અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી.

આઇપીએલની 9મી સીઝનનો આજથી શુભારંભ થઇ ચુક્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલી બેટિંગનો નિર્ણ કર્યો હતો. જેનાં પગલે રાઇઝિંગ પુણે સુપર જાઇન્ટ્સ ફિલ્ડિંગમાં ઉતરી હતી. જો કે પુણેની શરૂઆત સારી રહી હતી. પુણેએ રોહિત શર્માને માત્ર 7 રનમાં જ આઉટ કરી દીધો હતો. જેનાં પગલે ટીમ દબાણમાં આવી ગઇ હતી. કેપ્ટન ખુબ જસસ્તામાં આઉટ થવાનાં કારણે ટીમ દબાણમાં રમી રહી હતી. તે તબક્કે હાર્દિકે બાજી સંભાળી હતી. જો ફરીથી રોહિત શર્માનાં બોલમાં લેન્ડલ સિમન્સ બોલ્ડ થઇ ગયો હતો.

બંન્ને ટીમનાં ખેલાડીઓ
મુંબઇ ઇન્ડિયન્સ :- લેન્ડલ સિમોન્સ, રોહિત શર્મા, જોશ બટલર, અંબાતી રાયડુ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, મેકલેરેઘન, વિનય કુમાર, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ
રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ:- અજિંક્ય રહાણે, ફાફ ડુ પ્લેસીસ, સ્ટીવન સ્મિથ, કેવિન પીટરસન, મિશેલ માર્શ મહેન્દ્રસિંહ ધોની, રજત ભાટિયા, આર.અશ્વિન, એમ.અશ્વિન, ઇશાંત શર્મા, આરપી સિંહ

You might also like