હૈદરાબાદે ઘરઆંગણે જીતનું ખોલ્યુ ખાતુ : 7 વિકેટે જીત

અમદાવાદ : અમદાવાદ આઇપીએલ-9ની 13મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર છે. જેમાં હૈદરાબાદ પહેલા ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. જેનાં પગલે પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 142 રન બનાવ્યા હતા. જેનાં પગલે હૈદરાબાદને જીતવા માટે 143 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. 143 રનનાં લક્ષ્યાંકને પાર પાડવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે 3 વિકેટનાં નુકસાને જ લક્ષ્યાંક પાર પાડી દીધું હતું. હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે કેપ્ટનને છાજે તેવી આક્રમક રમત રમી હતી. વોર્નરનાં 90 રનની આક્રમક ઇનિંગનાં સહારે સનરાઇઝર્સ હૈદરાબાદ ઘણા પરાજયો બાદ જીતનો સ્વાદ ચાખ્યો હતો.

વોર્નરનાં ખભે બેસી હૈદરાબાદે ચાખ્યો જીતનો સ્વાદ
143 રનનાં ટાર્ગેટને પાર પાડવા માટે ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ આજે ઘરઆંગણે જીતનું ખાતુ ખોલ્યું હતું. ઘણી હારથી નિરાશ હૈદરાબાદનાં કેપ્ટન વોર્નરે આજે કેપ્ટન ઇનિંગ રમીને ટીમને પ્રથમ જીત અપાવી હતી. જો કે શીખર ધવન આ વખતે પણ ફ્લોપ રહ્યો હતો. ટીમનો સ્કોર જ્યારે માત્ર 4 હતો ત્યારે શિખર ધવન 4 બોલમાં 2 રન બનાવીને ટિમ સાઉદીનાં બોલમાં બોલ્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ આવેલા મોઇસિસ હેનરિક્સ 22 બોલમાં 20 રન ફટકારીને ટીમ સાઉદીનાં બોલમાં વિકેટ કિપર પાર્થિવ પટેલને કેચ આપી બેઠો હતો. ઇયોન મોર્ગન 12 બોલમાં 11 રન બનાવીને ટિમ સાઉદીનાં બોલમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો. જ્યારે દિપક હુડ્ડા 9 બોલમાં 17 રન સાથે અને ડેવિડ વોર્નર 59 બોલમાં આક્રમક 90 રન સાથે અણનમ રહ્યા હતા. આ સાથે ડેવિડ વોર્નરની આક્રમક રમતનાં પગલે હૈદરાબાદની ટીમને જીત મળી હતી.

મુંબઇની નબળી ઇનિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી મુંબઇની ટીમને પ્રથમ ઝટકો માત્ર 2 રન પર જ લાગી ગયો હતો. જ્યારે તેનો સ્ટાર બેટ્સમેન માર્ટિન ગપ્તિલ ભુવનેશ્વર કુમારનાં બોલમાં નમન ઓઝાને કેચ આપી બેઠો હતો. ગપ્ટિલ 4 બોલમાં 2 રન બનાવીને પેવેલિયનપરત ફર્યો હતો. ટીમમાં બે બેટ્સમેન સ્ટેબલ થઇને રમે તે પહેલા જ પાર્થિવ પટેલની વિકેટ પડી હતી. પાર્થિવ પટેલ 12 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જ્યારે ત્રીજી વિકેટ જ્યારે રોહિત શર્માની પડી હતી. 43 રનનાં સ્કોર પર રોહિતે 8 બોલમાં 5 રન બનાવીને ચાલતી પકડી હતી. કેપ્ટનહેનરિક્સનાં બોલમાં રન આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ જોસ બટલર 11 બોલમાં 11 રન બનાવીને સરનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ અંબાતી રાયડુની વિકેટ પડી હતી. તે સરનનાં બોલમાં મોઇસિસ હેનરિક્સને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યા પણ 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે મસ્તફિઝુર રહેમાનનો શિકાર બન્યો હતો. કૃણાલ પંડ્યા 28 બોલમાં આક્રમક 49 રન અને હરભજન સિંહ 3 બોલમાં 1 રન સાથે અણનમ રહ્યા હતા. મુંબઇની ટીમમાં કૃણાલ પંડ્યા અને અંબાતી રાડયૂની સફળ ઇનિંગનાં પગલે ટીમ સ્નમાનજનક સ્કોર સુધી પહોંચી હતી.

બંન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, હેનરિક્સ, દિપક હુડ્ડા, ઇયાન મોર્ગન, આશિષ રેડ્ડી, નમન ઓઝા,ભૂવનેશ્વર કુમાર, મુસ્તફિઝુર રહેમાન, કર્ણ શર્મા, બરિન્દર સરન
મુંબઇ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, જોસ બટલર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, અંબાતી રાયડુ, પાર્થિવ પટેલ, હરભજન સિંહ, જસપ્રિત બુમરાહ, મેકલેરેઘન, ટીમ સાઉથી

You might also like