મુંબઇનું ટિમવર્ક રંગ લાવ્યુ : 25 રનથી ભવ્ય વિજય

અમદાવાદ : આઇપીએલની-9ની 21મી મેચ આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને આઇપીએલનાં શિરસ્તા અનુસાર પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. જેનાં પગલે મુંબઇ ઇન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જો કે પંજાબની ટીમ 190નાં વિશાળ સ્કોરને પાર પાડી શકી નહોતી જેનાં કારણે 25 રને તેનો પરાજય થયો હતો.

મુંબઇની મેચ પર મજબુત પક્કડ
– જો મુંબઇની શરૂઆત ખુબ જ નબળી રહી હતી.
– કેપ્ટન રોહિત શર્માં સંદીપ શર્માનાં બોલમાં કોઇ પણ રન બનાવ્યા વગર બોલ્ડ
– અંબાતી રાયડૂ આક્રમક રીતે 37 બોલમાં આક્રમક 65 રન બનાવીને અક્ષર પટેલનાં બોલમાં મનન વોહરાનો શિકાર બન્યો.
– જોસ બટલર 13 બોલમાં 24 રન બનાવીને મોહિત શર્માનાં બોલમાં બોલ્ડ થયો હતો.
– જો કે પાર્થિવ પટેલે આક્રમક રમત રમીને 58 બોલમાં 81 રન બનાવી મિશેલ જોનસનનો શિકાર બન્યો.
– કે.એ પોલાર્ડ 9 બોલમાં 10 રન બનાવીને મોહિત શર્માનાં બોલમાં સંદિપ શર્માને કેચ આપી બેઠો હતો.
– હાર્દિક પંડ્યા 2 બોલમાં 4 રન બનાવીને મોહિત શર્માનો શિકાર બન્યો હતો.
– કૃણાલ પંડ્યા અને જસપ્રિત બુમરાહ કોઇ સ્કોર બનાવ્યા વગર જ અણનમ રહ્યા હતા.
– મુંબઇને નિર્ધારિત 20 ઓવરનાં અંતે 6 વિકેટનાં નુકસાને 189 રન બનાવ્યા હતા.

બંન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
કિંગ્સ ઇલેવન પંજાબ: મુરલી વિજય, મનન વહોરા, શોન માર્શ, ડેવિડ મિલ્લર(કેપ્ટન),  મેક્સવેલ, નિખીલ નાયક, અક્ષર પટેલ, મિશેલ જોન્સન, મોહિત શર્મા, પ્રદીપ શાહુ, સંદીપ શર્મા
મુંબઇ ઇન્ડિયન્સ: પાર્થિવ પટેલ, રોહિત શર્મા(કેપ્ટન), અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, જોસ બટલર, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, હરભજન સિંહ, મેકલેરેઘન, જસપ્રિત બુમરાહ, ટીમ સાઉથી

You might also like