પંજાબનો 6 વિકેટથી વિજય : ધોનીની ટીમનાં વળતા પાણી

અમદાવાદ : આઇપીએલ-9ની 10મી મેચમાં પુણેએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પહેબા બેટિંગ કરવા માટે ઉતરેલા પુણેની શરૂઆત ખરાબ રહી હતી. જો કે ડૂ પ્લેસિસની આક્રમક અડધી સદીનાં પગલે નિર્ધારિત 20 ઓવરમાં પુનેની ટીમે 152 રન બનાવ્યા હતા. જેનાં પગલે પંજાબને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેનાં જવાબમાં ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો 6 વિકેટે વિજય થયો હતો.

પંજાબનો પ્રથમ ભવ્ય વિજય
કિંગ્સ ઇલેવન પંજાબની સંગીન શરૂઆત થઇ હતી. પંજાબને પહેલો ઝટકો 97 રનનાં સ્કોર પર લાગ્યો હતો. જ્યારે મનન વોહરા 33 બોલમાં આક્રમક 51 રન બનાવીને અંકિત શર્માનાં બોલમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. બીજી વિકેટ શોન માર્શની પડી હતી. શોન માર્શ 6 બોલમાં 4 રન ફટકારીને મુરૂગન અશ્વિનનાં હાથે આઉટ થયો હતો. પંજાબનો સ્કોર જ્યારે 112 હતો ત્યારે પંજાબનો જામી ગયેલો ઓપનર મુરલી વિજય પણ 49 બોલમાં 53 રન બનાવીને મુરૂગન અશ્વિનનાં બોલમાં એમ.એસ ઘોનીને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ કેપ્ટન ડેવિડ મિલર ખાસ કાંઇ કરી શક્યો નહોતો તે 6 બોલમાં 7 રન બનાવીને મુરૂગન અશ્વિનનો શિકાર બન્યો હતો. જો કે ગ્લેન મેક્સવેલની નાની પણ ખુબ જ સહાયક રમતનાં પગલે પંજાબ જીત્યું હતું. ગ્લેન મેક્સવેલે 14 બોલમાં આક્રમક 32 રન ફટકારવાની સાથે અણનમ રહ્યો હતો. તો બીજા છેટે વૃદ્ધીમાન સાહા 4 બોલમાં 4 રન સાથે અણનમ રહ્યો હતો. જેનાં પગલે પંજાબનો 6 વિકેટથી વિજય થયો હતો. આ પંજાબની પહેલી જીત છે. જ્યારે પુનેની સતત બીજી હાર છે.

પુણેએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ.
પુણેની શરૂઆત ખરાબ રહી હતી. પુણેને પહેલો ફટકો રહાણેનાં સ્વરૂપે લાગ્યો હતો. રહાણે 11 બોલમાં 9 રન બનાવીને સંદીપ શર્માનાં બોલમાં ક્લિન બોલ્ડ થઇ ગયો હતો. ત્યાર બાજ બીજો ઝટકો કેવિન પીટરસનનાં સ્વરૂપે લાગ્યો હતો. પીટરસન આક્રમક અંદાજમાં બોલિંગ કરી રહ્યો હતો. જો કે તે પણ 15 બોલમાં 15 રન બનાવીને કાઇલ એબોટનાં બોલમાં મનન વોહરાને કેચ આપી બેઠો હતો. થિસારા પરેરાને સંદીપ શર્માએ 8 રન પર મોહિત શર્માનાં હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. આક્રમક રીતે રમી રહેલા સ્મિથને મોહિત શર્માએ પોતાનાં બોલ પર ડેવિડ મિલરનાં હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. સ્મિથે 26 બોલમાં 38 રન બનાવ્યા હતા. ડૂ પ્લેસિસે 53 બોલમાં આક્રમક 67 રન બનાવ્યા હતા. તેનો કેચ મોહિત શર્માએ પોતાનાં જ બોલમાં પકડ્યો હતો. કેપ્ટન ઘોની પણ મોહિત શર્માનાં બોલમાં માત્ર એક રન બનાવીને મેક્સવેલનાં હાથે કેચ આઉટ થઇ ગયો હતો. પંજાબની તરફતી મોહિત શર્માએ ત્રણ જ્યાસે સંદિપ શર્માએ 2 વિકેટ ઝડપી હતી. એક સફળતા કેલી એબોટને પણ મળી હતી.

બંન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ: ફાફ ડુ પ્લેસીસ, અજિંક્ય રહાણે, સ્ટીવન સ્મિથ, કેવિન પીટરસન, મહેન્દ્રસિંહ ધોની(કેપ્ટન), થિસારા પરેરા, ઇરફાન પઠાણ, આર.અશ્વિન, એમ.અશ્વિન, ઇશાંત શર્મા, અંકિત શર્મા
કિંગ્સ ઇલેવન પંજાબ: મુરલી વિજય, મનન વહોરા, શોન માર્શ, ડેવિડ મિલ્લર, ગ્લેન મેક્સવેલ, અક્ષર પટેલ, રિદ્ધિમાન સહા, મોહિત શર્મા, કાયલી એબોટ, સાહુ, સંદીપ શર્મા

You might also like