હૈદરાબાદને હરાવી કોલકાતાએ પ્લેઓફમાં સ્થાન કર્યું પાક્કું

અમદાવાદ : આઇપીએલની આ સિઝનની 55મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે યોજાઇ હતી. આ મેચ બંન્ને ટીમો માટે કરો યા કરો સમાન હતી. જેમાં પ્રથમ ટોસ જીતીને હૈદરાબાદ બોલિંગ પર પસંદગી ઉતારી હતી. જેનાં પગલે પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 6 વિકેટનાં નુકસાને નિર્ધારિત 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.

171 રનનાં વિશાળ ટાર્ગેટને પાર પાડવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં લક્ષ્યાંકને પાર પાડી શકી નહોતી. જેનાં પગલે 20 ઓવરનાં અંતે 8 વિકેટનાં નુકસાને માત્ર 149 રન જ બનાવી શકી હતી. જેથી કોલકાતા નાઇટ રાઇડર્સનો 22 રનથી વિજય થયો હતો. આ સાથે જ કોલકાતાએ પ્લે ઓફમાં પોતાનું સ્થાન મજબુત કર્યું હતું. જ્યારે હૈદરાબાદ આઇપીએલનાં પ્લેઓફમાં આવે તેની તક ધુંધળી થઇ ગઇ હતી.

You might also like