યુએઇ સામે ભારતનો 9 વિકેટે વિજયી “ચોગ્ગો”

ઢાકા : એશિયા કપ 2016ની નવમી મેચમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાતની ટીમ સામસામે આવી હતી. યુએઇએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલ યૂએઇએ 20 ઓવરનાં અંતે 9 વિકેટનં નુકસાને 81 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 82 રનોનું સરળ લક્ષ્ય માત્ર 10.1 ઓવરમાં જ પરૂ પાડ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતની સતત ચોથી જીત હતી. જ્યારે ગત્ત 10 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં આ ભારતની 9મી જીત સાબિત થઇ.

હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ મેચ 6 માર્ચે યોજાશે. જવાબમાં ઉતરેલી ભારતીય ટીમને એક માત્ર ઝટકો રોહિત શર્માનાં સ્વરૂપે લાગ્યો હતો. રોહિત શર્માં 28 બોલમાં 38 રન બનાવીને કાદિર અહેમદનાં બોલમાં કેચ આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલીનાં બદલે યુવરાજ સિંહને ત્રીજા નંબર પર પ્રમોટ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. જો કે યુવરાજે પણ નિરાશ નહી કરતા 14 બોલમાં આક્રમક 25 રનોની ધુંઆધાર રમત રમી હતી. જેનાં પગલે ભારતે 10.1 ઓવરમાં જ જીત પ્રાપ્ત કરી હતી.

પવન નેગીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉસ્માનનાં સ્વરૂપે પ્રથણ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. ભારત પરથી ભુવેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. યૂએઇને પ્રથણ ફટકો ત્યારે પડ્યો જ્યારે સ્વપ્નિલ પાટિલ આઉટ થયોહ તો. પાટિલ 1 રન કરીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ શહેઝાદ 0 રન પર બુમરાહનો ભોગ બન્યો હતો. રોહન મુસ્તફા 11 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
ચોથી વિકેટ પવન નેગીએ લિયો જો તેનાં આંતરરાષ્ટ્રીય કેરિયરની પહેલી વિકેટ સાબિત થઇ. નેગીએ મોહમ્મદ ઉસ્માનને હરભજનનાં હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ હરભજનનાં બોલમાં મોહમ્મદ કલિમ (2) પેવેલિયન પરત ફર્યો હતો. યૂએઇની સાતમી વિકેટ ફહદ તરીકનાં સ્વરૂપે પડી હતી. આઠમી વિકેટ નવીદનાં સ્વરૂપે પડી હતી. તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. ત્યાર બાદની અંતિમ ઓવરમાં પાંચમાં બોલમાં શૈમાન અનવર 43 રનની મહત્વની ટકાઉ રમત બાદ રન આઉટ થઇ ગયો હતો.
યુએઇની ટીસમ જો કો ભારત ઓલઆઉટ નહોતું કરી શક્યું પરંતુ સામેનાં પક્ષે યુએઇ પણ માત્ર અને માત્ર 81 રન જ બનાવી શક્યું હતું. ભારતીય ટીમ તરફથી ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. ભુવનેશ્વરે 4 ઓવરમાં 2 મેડન ઓવર નાખી અને 2 વિકેટ ઝઢપી હતી. જ્યારે અન્ય તમામ બુમરાહ,પંડ્યા, હરભજન, પવન નેગી અને યુવરાજે એક એક વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે આ મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે. નેહરા, અશ્વિન અને જાડેજાને આરામ આપ્યો છે. તેનાં સ્થાને હરભજન, ભુવનેશઅવર અને પવન નેગીને તક આપવામાં આવી છે. જ્યારે યુએઇની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઉસ્માન મુશ્તાકનાં સ્થાને કાદિર અહેમદને ટીમમાં સમાવવામાં આવ્યો છે. આ માત્ર એક ઔપચારિક મેચ જ છે કારણ કે ભારત શરૂઆતની ત્રણ મેચ જીતીને પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. જ્યારે બુધવારે પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશ પણ ફાઇનલમાં પહોંચી ચુક્યું છે.

You might also like