મેચ અને શ્રેણી જીતીને ભારતીય ક્રિકેટ ટીમે દર્શકોને દિવાળી ભેટ આપી

વિશાખાપટ્ટનમ : ભારતે 190 રને ન્યુઝીલેન્ડને પરાજય આપી શ્રેણી જીતી લીધે છે. ભારત તરફથી મળેલા 270 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડ માત્ર 79 રન જ બનાવી શક્યું હતું. પ્રથણ ઓવરમાં જ ઓપનર અને ખતરનાક બેટ્સમેન ગુપ્ટિલે વિકેટ ગુમાવી હતી. ગુપ્ટિલ ખાતુ ખોલ્યા વગર જ યાદવનો શિકાર બ્યો હતો. અમિત મિશ્રાની જાદુઇ ઓવરમાં ન્યુઝીલેન્ડ 2 વિકેટ ગુમાવી બેઠું હતું.

270 રનનો ટાર્ગેટ પાર પાડવા માટે રમી રહેલી ટીમના 14મી ઓવરમાં કેન વિલિયમસનનાં રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વનડેમાં ભારતે જીત મેળવી લીધી હતી. આ સાથે જ 5 વનડેની શ્રેણીમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. અને ભારતીયોને દિવાળીની ભેટ આપી હતી.

ન્યુઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વનડેમાં ભારતે નિર્ધારિત 50 ઓવરના અંતે 6 વિકેટનાં નુકસાને 269 રન બનાવીને ન્યુઝીલેન્ડને 270 રનનો ટાર્ગેટ આપ્યો છે. રોહિત શર્માએ 51 બોલમાં અડધી સદી ફટકારી હતી. રહાણે 20 રન જ્યારે રોહિત શર્મા 70 રન બનાવી આઉટ થયા હતા. ધોની 41 રન બનાવીને સેંટનરનો ભોગ બન્યો હતો.

જ્યારે લાંબો શોટ ફટકારવાની લહ્યામાં મનિષ પાંડે સોઢીનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ આક્રમક બેટિંગ કરી રહેલ કોહલી 65 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં અક્ષર પટેલ 24 રન પર આઉટ થયો હતો. કેદાર જાધવ 39 રન અને જયંત યાદવ 1 રન સાથે અણનમ રહ્યા હતા. જેના પગલે ભારતનાં નિર્ધારિત 50 ઓવરનાં અંતે 6 વિકેટના નુકસાને 269 રન બન્યા હતા.

અત્રે નોંધનીય છે કે, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. પાંચમી વનડેમાં જયંત યાદવને ડેબ્યુ કેપ અપાઇ હતી. જયંતને સેહવાગે વનડે કેપ એનાયત કરી હતી. નોંધનીય છે કે રાજશેખરા રેડ્ડી સ્ટેડિયમનું પરિણામ હંમેશા ભારતનાં પક્ષમાં રહ્યું છે. અત્યાર સુધી આ મેદાનમાં 6 મેચ રમાઇ ચુકી છે. જે પૈકી 4 મેચમાં ભારતની જીત, એકમાં હાર અને એક મેચ રદ્દ થઇ છે.

You might also like