દિલ્હી ડેયરડેવિલ્સનો 10 રનથી રસાકસીપુર્ણ વિજય

અમદાવાદ : ટોસ જીતીને મુંબઇએ પહેલા બોલિંગનો નિર્ણ કર્યો હતો. જેનાં પગલે દિલ્હી ડેયર ડેવિલ્સ પહેલા બેટિંગ કરવા માટે આવ્યું હતું. જેનાં પગલે નિર્ધારિત 20 ઓવરમાં દિલ્હી ડેયરડેવિલ્સે 4 વિકેટનાં નુકસાને 164 રન બનાવ્યા હતા. જેથી મુંબઇને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમુંબઇ નિર્ધારિત 20 ઓવરમાં પાર પાડી શક્યું નહોતું. જેનાં પગલે દિલ્હી ડેયર ડેવિલ્સનો 10 રને વિજય થયો હતો.

મુંબઇની રકાસ
ટોસ જીતીને બોલિંગ પસંદ કરનાર મુંબઇને 165 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો. જો કે મુંબઇ ઇન્ડિયન્સ પાર પાડી શક્યું નહોતું.
– 9 રનનાં સ્કોર પર પાર્થિવ પટેલ શ્રેયસ અય્યરનાં હાથે રન આઉટ થયો હતો. પાર્થિવ પટેલ 4 બોલમાં 1 રન બનાવીને ચાલતી પકડી હતી.
– બીજી વિકેટ અંબાતી રાયડૂની પડી હતીતે 23 બોલમાં 25 રન બનાવીને અમિત મિશ્રાનાં બોલમાં આઉટ થયો હતો.
-કૃણાલ પંડ્યા આક્રમક રીતે 17 બોલમાં 36 રન બનાવીને રન આઉટ થયો હતો.
– જોસ બટલર 6 બોલમાં 2 રન બનાવીને અમિત મિશ્રાનાં બોલમાં એલબી ડબલ્યું આઉટ થયો હતો.
-કે.એ પોલાર્ડ 18 બોલમાં 19 રન બનાવીને ઝહીર ખાનનાં બોલમાં ક્રિસ મોરિસને કેચ આપી બેઠો હતો.
– હરભજન સિંહ કોઇ પણ રન બનાવ્યા વગર પહેલા જ ક્રિસ મોરિસનાં હાથે એલબીડબલ્યુ આઉટ થયો હતો.
– રોહિત શર્મા છેલ્લે સુધી ટકીને રમી રહ્યો હતો પરંતુ રન દોડતા સમયે તે હાર્દિક પંડ્યા સાથે વિચિત્ર રીતે ટકરાઇ ગયો હતો. જેનાં પગલે તે સ્ટંપ સુધી પણ પહોંચી શક્યો નહોતો અને પડી ગયો હતો જેથી રન આઉટ થયો હતો.
– હાર્દિક પંડ્યા 2 બોલમાં 2 રન અને ટિમ સાઉદી 1 બોલમાં 1 રન સાથે અણનમ રહ્યા હતા.

દિલ્હી ડેયર ડેવિલ્સ
– ટોસ હારીને દિલ્હી પ્રથમ બેટિંગ કરવા માટે આવ્યું.
– ટીમનો સ્કોર 11 હતો ત્યારે જ ક્વિન્ટન ડી કોકોની વિકેટ પડી. ડીકોક મિશેલ મેકલેનનાં બોલમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો.
– બીજી વિકેટ શ્રેયસ અય્યરનાં સ્વરૂપે 48 રન પર પડી. શ્રેયસ અય્યર 20 બોલમાં 49 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.
– ત્રીજી વિકેટ કરૂણ નાયરની 54 રન પર પડી. કરૂણ નાયર 5 બોલમાં 5 રન બનાવને હરભજન સિંહનાં બોલમાં ટીમ સાઉદીને કેચ આપી બેઠો.
– ચોથી વિકેટ સંજૂ સેમસનની પડી હતી. સેમસન 48 બોલમાં આક્રમક 60 રન બનાવીને મિશેલ મેકલેનનો શિકાર બન્યો હતો.
– જે.પી ડ્યુમિની 31 બોલમાં 49 રન અને પવન નેગી 10 બોલમાં 10 રન સાથે અણનમ રહ્યા હતા.

બન્ને ટીમનાં ખેલાડીઓની યાદી
દિલ્હી ડેરડેવિલ્સ: ક્વિન્ટન ડી કોક, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, કરૂણ નાયર, જેપી ડ્યુમિની, ક્રિસ મોરિસ, પવન નેગી, ઝહિર ખાન, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, ઇમરાન તાહિર
મુંબઇ ઇન્ડિયન્સ: રોહિત શર્મા, પાર્થિવ પટેલ, અંબાતી રાયડુ, જોસ બટલર, કિરોન પોલાર્ડ, હરભજન સિંહ, કૃણાલ પંડ્યા, મેકલેરેઘન, ટીમ સાઉથી, જસપ્રિત બુમરાહ

You might also like