આઇપીએલ: દિલ્હી સામે પંજાબનો રકાસ, મિશ્રાએ ચાર વિકેટ ઝડપી

નવી દિલ્હી : દિલ્હી ડેયર ડેવિલ્સનાં કેપ્ટન ઝહીર ખાને આઇપીએલ-9ની સાતમી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ ટોસ જીતીને પહેબા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પહેબા બેટિંગ કરવા માટે ઉતરેલા પંજાબની ટીમની એક પછી એક ધડાધડ વિકેટો પડવા લાગી હતી. જેનાં પગલે નિર્ધારિત 20 ઓવરનાં અંતે 9 વિકેટનાં નુકસાને 111 રન બનાવ્યા હતા. જેનાં પગલે દિલ્હીને જીતવા માટે 112 રનનું લક્ષ્ય પ્રાપ્ત થયું હતું. જેનાં જવાબમાં ઉતરેલી દિલ્હી ડેયર ડેવિલ્સે ખુબ જ સરળ જીત પ્રાપ્ત કરી હતી. દિલ્હીએ 2 વિકેટનાં નુકસાને 14 ઓવરમાં જ સ્કોર પાર પાડી દીધો હતો.

દિલ્હીએ સરળતાપુર્વક પાર પાડ્યું લક્ષ્ય
લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમને પહેલો ઝટકો ત્રીજી ઓવરનાં પહેલા બોલમાં જ લાગ્યો હતો. સંદીપ શર્માએ પહેલા જ બોલમાં શ્રેયસ અય્યરને વિકેટ કિપર સાહાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સાહા માત્ર 3 રનમાં જ પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ ક્વિટન ડી કોક અને સંજુ સેમસને ટીમને સ્થિર રીતે આગળ વધારી હતી. જો કે સંજું સેમસન પણ 32 બોલમાં 33 રન બનાવીને અક્ષર પટેલનાં હાથે ક્લિન બોલ્ડ થઇ ગયો હતો. ક્વિન્ટન ડી કોક અને પવન નેગી છેલ્લે સુધીઅણનમ રહ્યા હતા. ડી કોકે 42 બોલમાં 59 રન ફટકાર્યા હતા. જ્યારે પવન નેગીએ 2 બોલમાં 8 રન ફટકારવાની સાથે 13મી ઓવરનાં ત્રીજા બોલમાં સિક્સર ફટકારીને ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો.

પંજાબની પતલી પરિસ્થિતી
પહેલી બેટિંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમને પહેલો ઝટકો માત્ર 6 રન પર જ લાગ્યો હતો. ટીમનાં ઓપનર મુરલી વિજય માત્ર એક રન પર જ આઉટ થઇ ગયો હતો. શોન માર્શનું બેટ પણ આજે પ્રમાણમાં શાંત જ રહ્યું હતું. તે માત્ર 13 રનમાં જ સ્ટંપ આઉટ થઇ ગયો હતો. કેપ્ટન મિલર પણ 9 રન બનાવીને અમિત મિશ્રાનાં બોલમાં એલબીડબલ્યુ આઉટ થઇ ગયો હતો. મેક્સવેલને પણ અમિત મિશ્રાએ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો કરી દીધો હતો. મેક્સવેલ બ્રેથવેટને કેચ આપી બેઠો હતો. મિશ્રાએ પંજાબને પાંચમો ઝટકો પણ આપ્યો. તેણે ઓપનર મનન વોહરાને 32 રન પર ક્લિન બોલ્ડ કરી દીધો હતો. ત્યાર બાદ ટીમ માત્ર 65નાં સ્કોર પર હતી ત્યારે વૃદ્ધિમાન સાહાનાં સ્વરૂપે છઠ્ઠી વિકેટ પણ પડી ગઇ હતી. સાહા જે.પી ડ્યુમિનીનાં બોલમાં રન આઉટ થયો હતો. સાતમી વિકેટ અક્ષર પટેલની પડી હતી. અક્ષર પટેલ જયંત યાદવનાં બોલમાં પવન નેગીનાં હાથે કેચ આઉટ થઇ ગયો હતો. જેનાં પગલે 73 રનનાં સ્કોર પર જ ટીમની સાત વિકેટ પડી ચુકી હતી.આઠમી વિકેટ મોહિત શર્માની માત્ર 90 રનનાં સ્કોર પર જ પડી ગઇ હતી. મોહિત શર્મા ઝહીર ખાનનાં બોલમાં ક્રિસ મોરિસને કેચ આપી બેઠો હતો. પ્રદીપ સાહુ 12 બોલમાં 18 રન અને સંદીપ શર્મા 2 બોલમાં 1 રન બનાવીને અણનમ રહ્યા હતા. જેનાં પગલે દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 111 રન બનાવ્યા હતા.

ડેયરડેવિલ્સે મેચ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. જ્યારે પંજાબની ટીમે પણ એક ફેરફાર કર્યો હતો. દિલ્હીએ નાથન કોલ્ટર અને મયંક અગ્રવાલનાં બદલે જેપી ડ્યુમિની તથા જયંત યાદવને સ્થાન આપ્યું છે. જ્યારે પંજાબે માર્કસ સ્ટોઇનિસનાં બદલે શોન માર્શનો સમાવેશ કર્યો છે.

You might also like