IND vs NZ, ન્યૂઝીલેન્ડે ભારતને 19 રને હરાવ્યું, સીરીઝ 2-2થી બરાબર

રાંચી વનડેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી છે. તેણે ભારતને 19 રને હરાવી દીધી. આ સાથે પાંચ મેચોની સીરીઝમાં તેણે 2-2થી બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે ભારતને 261 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેનો પાર કરવા ભારતીય ટીમની તમામ વિકેટો પડી ગઈ હતી.

ધોનીના હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતવાનું તેનું સ્વપ્ન ટૂટી ગયું. આ મેચમાં ટીમ ઇન્ડિયાના પરાજયનું સૌથી મોટું કારણ નબળી બેટિંગ હતી. ઓપનર બેટ્સમેન રહાણેએ સૌથી વધારે 57 રન માર્યા હતા. અને કોહલીએ 45 રન બનાવી આઉટ થયો હતો.

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચાલી રહેલી ચોથી વનડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 260 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટોસ જીતીને બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે આ સીરીઝમાં પહેલી વાર સારી શરૂઆત કરી. કીવી ટીમે આ વેનડે સીરીઝમાં પહેલી વાર કોઈ વિકેટે પચાસ રનની શરૂઆતની ભાગીદારી નોંધાવી હતી. ભારતને પહેલી વિકેટ અક્ષર પટેલે અપાવી હતી. તેણે લાથમ (39)ને આઉટ કર્યો હતો જેનો કેટ રહાણેએ ઝીલ્યો હતો. લાથમના આઉટ થયા બાદ તરત જ ગુપ્ટિલને પોતાની હાફ સેન્ચૂરી પૂરી કરી હતી.

કવી ટીમની બીજી વિકેટ ગુપ્ટિલના રૂપમાં પડી હતી. તેણે 72 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ ધોનીના હાથમાં તેનો કેટ અપાવ્યો હતો. ત્યાર બાદ મિશ્રાએ 41 રન પર રમીને કીવી કેપ્ટન વિલિયમસનને ધોનીના હાથે કેટ આઉટ કરાવીને તંબુ ભેગો કરી દીધો હતો. એક વિકેટ બાદ તો મિશ્રા જોશમાં આવી ગયો હતો, અને તેણે નીશ્મને (6) રને આઉટ કર્યો હતો. ટેલરે રન આઉટ થયો હતો તેણે 34 રન બનાવ્યા હતા.

ભારત તરફથી જસપ્રીત બુમરાહની જગ્યાએ ધવલ કુલકર્ણીને અંતિમ 11માં જગ્યા આપવામાં આવી હતી તો ન્યૂઝીલેન્ડ તરફથી સોઢી ડેડકિક ટીમમાં પાછો ફર્યો હતો. આ સિવાય વોટલિંગને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. કીવી ટીમે રોંચી અને મેટ હનરીને બહાર રાખ્યા હતા.

You might also like