Live: રાજ્યસભા માટે મતદાન શરૂ, સપાના 3 ધારાસભ્યો BJPના સંપર્કમાં

રાજ્યસભાની ચૂંટણી માટે ઉત્તરપ્રદેશ, કર્ણાટક સહિતના બધા રાજ્યોમાં મતદાન શરૂ થઈ ગયું છે. યુપીમાં રાજ્યસભાની 10મી સીટ માટે ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ક્રોસ વૉટિંગની અટકળો વચ્ચે સપા નેતા શિવપાલ યાદવે કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટીના કોઈ નેતા તૂટશે નહીં.’ જો કે બસપાના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, તેવું જાણવા મળી રહ્યું છે.

જો કે બીજી તરફ ભાજપના નેતા શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, ‘ભાજપના બધા 9 ઉમેદવારો જીતશે. જો કે સપાના નેતા રામ ગોપાલ યાદવે પણ કહ્યું હતું કે, કોઈ ક્રોસ વોટિંગ થશે નહીં. ભાજપના ધારાસભ્યો અમારા પક્ષમાં જ મતદાન કરશે.’

જો કે આ ચૂંટણી બાદ પણ ભાજપના ઘણા સભ્યોના પહોંચ્યા બાદ પણ રાજ્યસભામાં ભાજપ બહુમતીથી દૂર જ રહેશે. જો કે કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. 16 રાજ્યોની કુલ 58 સીટો પર આજે રાજ્યસભામાં ચૂંટણી થવાની છે.

58 સીટોમાંથી 25 સીટો માટે આજે મતદાન છે અને બાકીની 33 સીટો પર એક જ ઉમેદવાર હોવાના કારણે તેની ચૂંટણી 15 માર્ચે જ થઈ ચૂકી છે. આજે શરૂ થયેલા મતદાનમાં સપાના શિવપાલ યાદવે પહેલો વોટ આપ્યો હતો.

You might also like