8 વર્ષમાં આટલું બદલાયું TV ના નાના કૃષ્ણનું લુક, હવે કરી રહી છે આવું

2008માં ‘જય શ્રી કૃષણ’માં ભગવાન કૃષ્ણનો રોલ કરી ચૂકેલી ધૃતિ ભાટિયા હવે 11 વર્ષની થઇ ગઇ છે. જે સમયે એને કૃષ્ણનો રોલ કર્યો હતો એ માત્ર અઢી વર્ષની હતી. શો ના કારણે એનું ચાહકોનું લિસ્ટ ખૂબ જ લાંબુ થઇ ગયું હતું. એટલે સુધી કે લોકો એને રિયલ કૃષ્ણ માનવા લાગ્યા હતા.

ધૃતિ શો ના સમયે ખૂબ જ નાની હતી. પરંતુ એ કહે છે કે મને હજું યાદ છે કે લોકો ભક્તિ ભાવથી સેટ પર આવતા હતા. એ મને સાચા ભગવાનની જેમ ટ્રીટ કરતાં હતા. એ આગળ કહે છે કે ઇમાનદારીથી કહું કે આજે પણ મારા ચાહકો મને પૂછે છે કે સાચે તો ભગવાન કૃષ્ણા નથી ને. ફેમ અને પોપલેરિટી ઉપરાંત આ શો એ મને ખૂબ જ પોઝિટીવીટી બનાવી છે. 8 વર્ષ થઇ ગયા છે, પરંતુ આજે પણ હું ઇસ્કોન મંદિર જવું છું, સપ્તાહમાં એક વખત જઇને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ જરૂરથી લઉં છું.

જય શ્રી કૃષ્ણ બાદ ધૃતિને ખૂબ જ ‘કોમર્શિયલ્સ’ અને ‘ડોન્ટ વરી ચાચૂ’ અને ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂ’ જેવા ટીવી શો માં કામ મળ્યું. એને જણાવ્યું કે હું કોરિયોગ્રાફર બનવા ઇચ્છું છું. મારી માં પણ કોરિયોગ્રાફર છે અને હું એમના જેવી બનવા ઇચ્છું છું. હાલમાં એ ધોરણ 6 માં અભ્યાસ કરી રહી છે. એને ફોટા પાડવા ડાન્સ અને પેન્ટિંગ કરવાનો ખૂબ જ શોખ છે. હાલમાં તે ક્લાસિકલ ડાન્સ શીખી રહી છે.

http://sambhaavnews.com/

You might also like