૧૮ મહિનાની પુત્રી ICUમાં હતી તોય મોહંમદ શામી કોલકાતામાં રમતો રહ્યો

કોલકાતાઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકાતામાં બીજી ટેસ્ટ રમાઈ ગઈ. એ ટેસ્ટમાં ભારતે જીત હાંસલ કરી. ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારાે ફાસ્ટ બોલર મોહંમદ શામીની પુત્રીને આઇસીયુમાં રાખવામાં આવી હતી, તો પણ શામી દેશ માટે રમતો રહ્યો. મોહંમદ શામીની ૧૮ મહિનાની પુત્રીને ટેસ્ટ મેચ શરૂ થવાના આગલા દિવસે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પરિસ્થિતિ ગંભીર થતાં તેને આઇસીયુમાં રાખવામાં આવી હતી. શામીની પુત્રીને સખત તાવ હતો અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. શામી રોજ રમત પૂરી થયા બાદ પુત્રીને મળવા હોસ્પિટલ પહોંચી જતો હતો અને પાછો આવીને ટીમ ઇન્ડિયાને સાથ આપવા મેદાનમાં ઊતરતો. મેચ પૂરી થવાની સાથે શામી માટે બંને તરફથી સારા સમાચાર આવ્યા. એક તરફ ભારતે મેચ જીતી લીધી, બીજી તરફ શામીની પુત્રીને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

You might also like