ચાર વર્ષના બાળકે બ્રિટનની મહારાણીને લખ્યો પત્ર, જીદનો આપ્યો આવો જવાબ

લંડનઃ પોતાના જન્મદિવસ પર બાળકો હંમેશા કાંઇક અનોખી જીદ માતા-પિતા સમક્ષ કરતા હોય છે. પરંતુ અમે જે બાળકની વાત તમને કરવા જઇ રહ્યાં છે. તેની માંગ સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. ભારતીય મૂળના શાન દુલઇ 25 જૂને પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર શાને પોતાની માતાને કહ્યું કે તે ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ સાથે એક મિટિંગ ફિક્સ કરે, જેથી તે તેમને ઘરે બોલાવી શકે. ચાર વર્ષનો શાન ઇગ્લેન્ડના સેંડવેલમાં પોતાની માતા સાથે રહે છે.

શાનની આ વાત સાંભળીને તેમની માતા બજલિંદરે કહ્યું કે મહારાણી પોતાની વ્યસ્તતાને કારણે જન્મદિવસમાં નહી આવી શકે. તેમ છતાં શાને પોતાના જન્મદિવસે મહારાણીને બોલાવવા માટે પત્ર લખ્યો. શાને મહારાણીને કહ્યું કે ડિયર મહારાણી એલિઝાબેથ, મને લાગે છે કે તમે દુનિયાની સૌથી સારી રાણી છે. મને તમારા માથાનો તાજ ખૂબ જ પસંદ છે. તમે એક સુપરહીરો જેવા છો. પોતાના પત્રમાં મહારાણીને પોતાના જન્મદિવસ અંગેની વાત કરીને તેમને અનુરોધ કર્યો છે કે તે તેમની સાથે હીરોઝ, પ્લેનસ અને ગરીબ બાળકો અંગે વાત કરવા માંગે છે.

શાને 13 માર્ચે મહારાણીને પત્ર લખ્યો હતો. પરંતુ જવાબ ન મળવાને કારણે તે થોડો નિરાશ થઇ ગયો હતો. જ્યારે 3 મેના રોજ રોયલ સીલમાં શાન માટે એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે વ્યસ્ત હોવાને કારણે તે શાનનું નિમંત્રણ સ્વિકારવા અસમર્થ છે. જોકે મહારાણી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. મહારાણીએ આશા રાખી છે કે 25 જૂને આવનાર શાનનો જન્મ દિવસ ઉમદા રહેશે.  મહારાણી તરફથી પત્ર મળવાથી શાન ખૂબ જ ખુશ છે.

http://sambhaavnews.com/

You might also like