બે ફિલ્મ શ્રદ્ધા માટે લિટમસ ટેસ્ટ

શ્રદ્ધા કપૂરના કરિયરની શરૂઆત એક ફ્લોપ ફિલ્મથી થઇ હતી. ત્યારબાદ તેણે અન્ય એક ફિલ્મમાં પણ નાનકડું પાત્ર ભજવ્યું. ૨૦૧૩માં આવેલી ‘આશિકી-૨’ ફિલ્મથી તે લાઇમ લાઇટમાં આવી. લોકોએ તેને જાણી અને વખાણી. તેની અા ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ કર્યો. ‘એબીસીડી-૨’માં શ્રદ્ધાએ પોતાની ડાન્સિંગ સ્કિલનો પરિચય આપ્યો. તેની ફિલ્મ ‘બાગી’એ સારો બિઝનેસ કર્યો, પરંતુ ‘રોકઓન-૨’ ફ્લોપ રહી. આ વર્ષની શરૂઆતમાં આવેલી ‘ઓકે જાનૂ’ પણ ન ચાલી.

‘એબીસીડી-૨’ સુધી શ્રદ્ધા કપૂરને નવી અભિનેત્રીઓમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર અને સંભાવનાશીલ મનાતી હતી, પરંતુ ‘રોકઓન-૨’ અને ‘ઓકે જાનૂ’ની નિષ્ફળતાએ તેની કરિયરની ગતિ ખૂબ ધીમી કરી છે. ત્યારબાદ શ્રદ્ધા કપૂરની આવનાર ફિલ્મો ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘ધ ક્વીન ઓફ મુંબઇ’ તેના માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝમાં શ્રદ્ધા સાત વર્ષ પૂરાં કરી ચૂકી છે. શ્રદ્ધાને તેની આગામી બે ફિલ્મથી ખૂબ જ આશાઓ છે.

તે કહે છે કે આ બંને એકદમ ડિફરન્ટ ફિલ્મો છે. હું તેમાં જે પાત્ર ભજવી રહી છું તે મેં પહેલાં ક્યારેય કર્યું નથી. ‘હસીનાઃ ધ ક્વીન ઓફ મુંબઇ’માં હું મારા ભાઇ સાથે કામ કરી રહી છું. તેથી આ ફિલ્મ મારા માટે ખાસ છે. હું જાણું છું કે અત્યારે હું સારા સમયમાંથી પસાર થઇ રહી છું અને સારી સારી ફિલ્મો કરી રહી છું. તેથી મારું સમગ્ર ધ્યાન માત્ર મારા
કામ પર છે.

http://sambhaavnews.com/

You might also like