શાનદાર લીચીની ડ્રાઇફ્રૂટ ખીર

સામગ્રી:
1 લીટર દૂધ
4 ચમતી લીચીના ટુકડા
2 કપ મખાના
1 કુ સૂકો મેવો
1 કપ ખાંડ
2 મોટી ચમચી ઘી
1 ચમચી ઇલાયચી પાઉડર
ચપટી કેસર

બનાવવાની રીત: ધીમા તાપ પર ફ્રાય પેનમાં ઘી ગરમ કરો. ત્યારબાદ મખાના અને સૂકોમેવાને શેકી લો. શેકેલા સૂકામેવાને ગ્રાઇન્ડરથી પીસી લો. ધીમા તાપ પર ફ્રાય પેનમાં દૂધને ઉકાળો. ત્યારબાદ એમાં સૂકામેવાનો પાવડર નાંખો. જ્યાં સુધી દૂધ જાડું ના થાય, ત્યાં સુધી એને ઉકાળતા રહો. ખાંડ, ઇલાયચી પાવડર અને કેસર નાંખીને 3-4 મિનીટ સુધી ઉકાળો. તાપ બંધ કરી દો. ખીરમાં ઉપરથી લીચીના ટુકડા નાંખો. ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો. ઠંડી-ઠંડી લીચી ડ્રાઇફ્રૂટ ખીર સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like