સામાજિક રીતે અતડા રહેવાથી શ્રવણશક્તિ ઘટી શકે

લોકોમાં હળવા-ભળવાથી અને સામાજિક બની રહેવાથી માત્ર માનસિક સ્વાસ્થ્ય નહીં પરંતુ શ્રવણશક્તિ પણ સારી રહે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે લોકો સાથે વાતચીત કરતા રહેતા લોકોની શ્રવણશક્તિ ખૂબ સારી હોય છે. ખાસ કરીને પાછલીવયે લોકો સાવ એકલવાયા થઈ જતાં હોય છે. દિવસો સુધી કોઈની પણ સાથે વાતચીત કર્યા વગર જિંદગી વિતાવે છે. અાવા લોકોની હિયરિંગ ક્ષમતા ઘટે છે. સંશોધકોનું કહેવું છે કે એકલા રહેતા લોકોના કાન અવાજના તરંગોને પારખવાની બાબતમાં નબળા પડવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં સાંભળવાની ક્ષમતા નબળી ન પડે તેવું ઈચ્છતા હોય તો સામાજિક રીતે હળવું-ભળવું જોઈએ.

You might also like